બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / An important decision taken for passport holders in Ahmedabad to reduce the waiting period
Malay
Last Updated: 07:55 AM, 1 June 2023
ADVERTISEMENT
વિદેશ જવા માટે પાસપોર્ટ અગત્યનો દસ્તાવેજ છે. હાલ પાસપોર્ટ માટે અરજી કર્યાના ઘણા દિવસ સુધી લોકોને પાસપોર્ટ મળતો નથી. લોકોની સમસ્યાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદારોની એપોઇન્ટમેન્ટનો ઝડપી નિકાલ આવે અને તેમને ઝડપથી પાસપોર્ટ મળી રહે તે માટે હવે અમદાવાદની ગુલબાઈ ટેકરા ઓફિસથી પણ અરજી સ્વીકારવામાં આવશે.
ADVERTISEMENT
પાસપોર્ટ માટે વેઈટિંગ પીરિયડ ઘટાડવા નિર્ણય
અમદાવાદમાં દરરોજ પાસપોર્ટ માટે અંદાજે સાડા ત્રણ હજારથી વધુ અરજીઓ આવે છે. વર્તમાન સમયમાં પાસપોર્ટ માટે એક મહિનાનો વેઈટિંગ પીરિયડ છે. આ વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે હવેથી શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી ઓફિસેથી પણ પાસપોર્ટ માટેની અરજી સ્વીકારવામાં આવશે. જેના લોકોને ઘણી રાહત મળશે.
શનિવારે પણ ખુલ્લા રહેશે પાસપોર્ટ સેવા કેન્દ્રો
લોકોની સમસ્યાને લઈ વિદેશ મંત્રાલય દ્વારા થોડા દિવસ અગાઉ મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે મુજબ, અરજદારોને પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે જિલ્લા પોસ્ટ ઓફિસમાં બનેલા પાસપોર્ટ સેવા કેન્દ્રો હવે દર શનિવારે ખુલ્લા રહેશે. આગામી આદેશ ના થાય ત્યાં સુધી દર શનિવારે જિલ્લા પોસ્ટ ઓફિસોમાં બનેલા પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લા રહેશે.
પાસપોર્ટ બનાવવા માટે તમારે આવેદન સાથે આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે
- બર્થસર્ટિફિકેટ
- ફોટો અને કોઈ ઓળખાણ પત્ર
- એડ્રેસ પ્રૂફ
- નેશનાલિટી પ્રૂફ
- ફી
પાસપોર્ટ માટે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજી કરો
- જો તમે તમારો પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો, તો આ માટે તમારે વિદેશ મંત્રાલય, ભારત સરકારની પાસપોર્ટ સેવાની સત્તાવાર વેબસાઈટ https://www.passportindia.gov.in/ પર ક્લિક કરવું પડશે.
- સૌ પ્રથમ અહીં રજીસ્ટ્રેશન કરો.
- પછી તમને એક ફોર્મ ભરવા માટે કહેવામાં આવશે. આમાં તમારું નામ, તમારા ઘરની નજીકની પાસપોર્ટ ઓફિસ, ઈમેલ આઈડી, જન્મ તારીખ અને લોગઈન આઈડી દાખલ કરો.
- આગળ તમારે પાસપોર્ટ સેવા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- પછી Continue વિકલ્પ પસંદ કરો.
- પછી Click Here To Fill પર ક્લિક કરો.
- અહીં તમને બધી માહિતી પૂછવામાં આવશે, જે તમારે યોગ્ય રીતે ભરવાની રહેશે. ધ્યાનમાં રાખો કે કોઈપણ માહિતી ખોટી ન ભરો નહીંતર તમારી પાસપોર્ટ અરજી પાછળથી રિજેક્ટ થઈ શકે છે.
- માહિતી ભર્યા પછી સબમિટ કરો.
- તમારી આપેલ માહિતીને ક્રોસ ચેક કરવા માટે, View Saved/Submitted Applications વિકલ્પ પર ક્લિક કરો.
- તમારે તમારા ઘરની નજીકની પાસપોર્ટ ઓફિસની એપોઇન્ટમેન્ટની તારીખ લેવી પડશે.
- Pay and Book Appointmentનો વિકલ્પ પસંદ કરીને અરજી ફોર્મની રસીદની પ્રિન્ટ આઉટ લો.
- પાસપોર્ટ ઓફિસમાં તમારી એપોઇન્ટમેન્ટ જે દિવસે તે દિવસે ઓફિસે પહોંચવાનું રહેશે.
- ત્યાં ભરેલી વિગતોને વેરિફાઈ કરવામાં આવશે.
- પછી પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
- ત્યાર બાદ 10થી 15 દિવસ બાદ પાસપોર્ટ બનીને તમારા ઘરે Speed Postથી પહોંચી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.