બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / An important decision of the government for examining the students of Std. 10 and 12 boards, not the hall ticket
Dharmishtha
Last Updated: 11:56 AM, 20 October 2019
ADVERTISEMENT
હાર્ડ કોપીમાં થતો હતો મોટો ખર્ચ
બોર્ડની પરીક્ષમાં બેસનારા 18 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફોટા સાથેની કલર રીસિપ્ટ પ્રિન્ટ કરવાનો ખર્ચ ઘણો મોટો હોય છે. આ રિસિપ્ટ સ્કુલોને પહોંચાડવામાં આવે છે. તેનો ખર્ચ તથાં તેના ખોવાઈ જવાની અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે. આ સમસ્યાને પહોંચી વળવા બોર્ડ દ્વારા આગામી માર્ચ 2020ની બોર્ડની પરીક્ષાથી ઓનલાઈન હૉલ ટીકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પરીક્ષાર્થીઓને હોલ ટીકીટ ઓનલાઈન અપાશે
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાની હૉલ ટીકિટ હવેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અપાશે. ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચની ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે. ગત વર્ષે અંદાજીત 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આપી હતી. સામાન્ય રીતે બોર્ડ દ્વારા દર વર્ષે બોર્ડ પરીક્ષાનાં થોડા દિવસો પહેલાં પરીક્ષાની રીસિપ્ટ જે તે સ્કૂલને પહોંચાડવામાં આવે છે. એ બાદ સ્કુલ તેમનાં પરિક્ષાર્થીઓને હાર્ડ કોપી આપે છે
ગુજકેટની પરીક્ષામાં પ્રથમવાર ઓનલાઈન હોલ ટીકિટ
ગુજકેટની આ વખતની પરીક્ષામાં પણ પ્રથમવાર ઓનલાઈન હૉલ ટીકિટ આપવામાં આવી હતી. અત્યાર સુધી ગુજકેટમાં એક પણ વાર ઓનલાઈન હોલ ટીકિટ આપવામાં આવી નથી. ગુજકેટની પરીક્ષામાં ઓનલાઈન ટીકિટ આપ્યાં બાદ તેને બોર્ડની પરીક્ષામાં અમલમાં મુકાશે. જેથી વિદ્યાર્થી, સ્કુલ અને વાલીઓ ગમે ત્યારે હોલ ટીકિટ ડાઉનલોડ કરી શકશે.
દિવાળી વેકેશનને લીધે વિદ્યાર્થીઓને ફોમ ભરવાનાં દિવસો ઓછા મળશે
ધો. 10ની બોર્ડની પરીક્ષા 2020માં યોજાવાની છે. જેની જેમાં 18 નવેમ્બરના રાતના 12 વાગ્યાં સુધી સ્કુલમાંથી ઓનલાઈન ફોમ ભરાશે. 25 ઓક્ટૉબરથી દિવાળી વેકેશન શરુ થયું હોવાથી વિદ્યાર્થી અને સ્કુલને ફોર્મ ભરવા માટે ઓછા દિવસો મળશે. ત્યારે બોર્ડ દ્વારા ફોમ ભરવાની મુદ્દત વધારવી પડી શકે છે. ધો. એક બે દિવસમાં ધો. 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહના બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ભરવાની તારીખની જાહેરાચ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT