બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / An hour of cooking without a fan or chimney is as 'dangerous' as three cigarettes, says a well-known pulmonologist
Vishal Khamar
Last Updated: 11:07 PM, 5 June 2023
ADVERTISEMENT
‘માનવ શરીર અમૂલ્ય છે. રૂ. ૧૫૦ કરોડથી વધુનું મૂલ્ય ધરાવતાં આપણાં માનવ શરીરને જાળવવા માટે દરરોજ ૪૦થી ૪૫ મિનિટનો સમય પોતાની જાત માટે ફાળવવો અનિવાર્ય છે.’ આ શબ્દો છે નામાંકિત પલ્મોનોલોજિસ્ટ ડો. પાર્થિવ મહેતાના, જેમણે સ્વાઈન ફ્લૂ અને કોરોનાની ગંભીર બીમારીમાં તેમના અનુભવના આધારે લાખો લોકોની જિંદગી બચાવવા માટે સિંહફાળો આપ્યો છે. તેમનું કહેવું છે કે, દરેક માણસે પોતાનાં શરીરને રોગમુક્ત બનાવવા માટે કે પછી તેની સ્વસ્થતા જાળવી રાખવા માટે દરરોજ ૩૦થી ૪૫ મિનિટનો સમય યોગ, પ્રાણાયામ અને શ્વાસોશ્વાસની નિયમિત પ્રક્રિયા માટે ફાળવવો જોઈએ.
ADVERTISEMENT
હવાનું પ્રદૂષણ શરીર માટે કઈ રીતે જોખમકારક બની શકે?
ઈશ્વરે શ્વસનતંત્ર માટે યોગ્ય હવા અને ફિલ્ટર માટે નાક આપ્યું છે, જેમાંથી ઘણી પ્રદૂષિત હવા ચોખ્ખી થઈને ફેફસાં સુધી પહોંચે છે. જે ૪૫ ટકા જેટલી હોય છે. ફેફસાં શરીરમાં ૮૦૦ સ્કવેર ફીટ એરિયાનું કવર ધરાવે છે. ગરમ અને સૂકું વાતાવરણ ૧૫ ટકા લોકોને કિડની, લિવર અને હદયરોગની બીમારી આપી શકે છે. સામાન્ય રીતે કાન, નાક અને ગળાની તકલીફ ધરાવતા રોગોની શરૂઆત પ્રદૂષિત વાતાવરણથી થાય છે, જેમાં માત્ર બહાર જ નહીં પણ ઘરમાં પણ પ્રદૂષણની માત્રા વધુ પ્રમાણમાં રહેલી છે. આપણે આપણી જાતને પ્રદૂષણથી બચાવવા માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ પરંતુ ઘરમાં જે પ્રદૂષણ રહેલું છે તેને અવગણી રહ્યા છીએ. છાતીમાં દુખાવો, હાંફ ચઢવો વગેરે તકલીફ આપે છે. ૨૮ ડિગ્રીથી ઓછું તાપમાન ડીહ્યુમિડી ફાયર થાય છે, જેના કારણે સવારના સમયે ગળું સુકાય છે અને ૫૦ વર્ષ પછી ડાયાબિટિસ, દમ સોરાયસિસ લિવરના રોગ થઇ શકે છે.
ઘરની અંદરનું પ્રદૂષણ કેટલું જોખમી?
ફેફસાં આધારિત રોગ ઘટાડવા માટે ફેફસાં સુધી પહોંચતી હવામાં ભેજ અને શુદ્ધતા જળવાઈ રહેવી અત્યંત જરૂરી છે. બહારનું પ્રદૂષણ આપણે મોટા ભાગે કવર કરીએ છીએ પરંતુ ઘરમાં અગરબત્તી, એલપીજી, સીએનજી ગેસ, અદશ્ય ધુમાડો અને ખાસ કરીને કૂકિંગના સમયે ન દેખાતું પ્રદૂષણ કવર કરતા નથી. એક કલાકનું કૂકિંગ ત્રણ સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ ફેલાવે છે અને એટલું જ જોખમી પણ છે, કારણ કે બહારની હવા ઘરમાં આવે છે. જેથી અંદરનું પ્રદૂષણ ઘરમાં જ રહે છે. જે ગૃહિણીઓને ૫૦ વર્ષની ઉંમર પછી શ્વસનતંત્રને લગતા રોગની ભેટ આપી શકે છે
કપરા કોરોનાકાળમાં કેવા કેવા પડાકારોનો સામનો કર્યો?
વર્ષ ૨૦૦૮માં સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા હતા. સ્વાઈન ફલૂ પણ કાન, નાક, ગળા આધારિત રોગ હોવાના કારણે તે સમયે દર્દીઓને આપવામાં આવેલી ટ્રીટમેન્ટનો અનુભવ કોરોના કાળમાં મહત્વની ભૂમિકા ભજવી ગયો.કોરોના આવ્યો ત્યારે એટલી તો ખબર જ હતી કે એ કાન, નાક અને ગળાને તકલીફ કરશે. જેના કારણે તાત્કાલિક એક કમિટીની રચના ગુજરાત સરકાર સાથેના સહકારથી બનાવવામાં આવી અને રાજ્યની તમામ મેડિકલ કોલેજ સાથે ટેલી મેડિસિનનું એક નેટવર્ક ઊભું કરવામાં આવ્યું, જેમાં દવાઓનું કો-ઓર્ડિનેશન અને સ્ટેટ મોનિટરિંગ કરવામાં આવ્યું. દરરોજ વર્ચ્યુઅલ એક રાઉન્ડ કરવામાં આવ્યો, જેના કારણે અનેક દર્દીની જિંદગી બચાવી શકાઈ. કોરોના એ સમયે નવો રોગ હતો. કુલ સાડા ત્રણ કરોડ લોકો તેમાંથી પસાર થયા. કોને ક્યાં કેટલી દવાની જરૂર છે એ માટે સિસ્ટમ પણ કમિટી દ્વારા ઊભી કરાઈ. આ કમિટીમાં મારો મહત્વનો ફાળો રહ્યો હોવાનો આજે બહુ સંતોષ છે.
અમદાવાદીઓને સ્વસ્થ રહેવાની ટિપ્સ
• શરીરમાં હાઇડ્રેશન ખાસ જાળવી રાખવું જોઈએ. હાઇડ્રેશન જાળવવા માટે તમારા શરીરના વજનના ૫૦ એમએલ મુજબ પાણી પીવું જોઈએ એટલે કે કે જો તમારું વજન ૫૦ કિલો હોય તો રોજનું ત્રણ લિટર જેટલું પાણી પીવું ફરજિયાત બનાવવું જોઈએ.
• જે લોકોને લિવર, કિડની કે હૃદયનાં વીક ફંક્શન કે અન્ય બીમારી છે તેમણે શરીરમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે થોડા થોડા સમયે મોંમાં પાણી ભરી રાખવું જોઈએ, જેથી કાન, નાક અને ગળામાં ભેજ જળવાઈ રહે.
• દરરોજ ગરમ પાણીનો નાસ લેવો હિતાવહ છે. ઉનાળામાં પણ નાસ લેવો ફાયદાકારક છે, જેનાથી હાઇડ્રેશન જળવાઈ રહે છે અને સંતુલન રહે છે.
• કોઈ પણ પ્રકારનું ગળપણ -મીઠાઈ ખાધા પછી સાદા અથવા ગરમ પાણીથી ગળું સાફ કરવું અથવા હૂંફાળું પાણી પીવું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.