બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / લોકસભાના નવા સ્પીકરની ચર્ચા પર અટકળોનો અંત, જાણો કઈ પાર્ટીના સાંસદને મળશે જવાબદારી

રાજનીતિ / લોકસભાના નવા સ્પીકરની ચર્ચા પર અટકળોનો અંત, જાણો કઈ પાર્ટીના સાંસદને મળશે જવાબદારી

Priyakant

Last Updated: 03:06 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Speaker Latest News : ભાજપના સાથી પક્ષો અને જેઓ કિંગમેકર તરીકે ઓળખાય છે તેઓ TDP અને JDU બંનેએ આ પદની માંગણી કરી તો ભાજપ આ પદ કોઈને આપવા તૈયાર નથી, તો હવે કોણ બનશે સ્પીકર ?

Lok Sabha Speaker : મોદી સરકાર 3.0માં મંત્રીઓને પોતાના વિભાગો સોંપી દેવામાં આવ્યા છે. આ તરફ હવે લોકસભા સ્પીકર કોણ બનશે તે અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે, આ પહેલા PM મોદીના બંને કાર્યકાળમાં લોકસભા સ્પીકર બનાવવામાં એટલી મુશ્કેલી ન હતી કારણ કે તે સમયે ભાજપ સરકારને પૂર્ણ બહુમતી હતી. જોકે આ વખતે આખું ચિત્ર અલગ છે. આ વખતે લોકસભા સ્પીકરની સીટ કોને મળશે તેના પર ભારે ચર્ચા ચાલી રહી છે. ઘણા અહેવાલોમાં એ વાત સામે આવી છે કે ભાજપના સાથી પક્ષો અને જેઓ કિંગમેકર તરીકે ઓળખાય છે તેઓ TDP અને JDU બંનેએ આ પદની માંગણી કરી છે. જ્યારે ભાજપ આ પદ કોઈને આપવા તૈયાર નથી.

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સંસદ સત્રની તારીખોની જાહેરાત કરી છે. તેમણે બુધવારે X પર પોસ્ટ કર્યું હતું કે, નવા ચૂંટાયેલા સભ્યોના શપથ/સમર્થન, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા માટે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી બોલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સભાનું 264મું સત્ર 27 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ સમાપ્ત થશે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. તે જ દિવસે PM નરેન્દ્ર મોદી સંસદના બંને ગૃહોમાં તેમના કેબિનેટ સહયોગીઓનો પરિચય કરાવશે.

હવે જાણીએ કોણ બનશે સ્પીકર ?

ન્યૂઝ એજન્સી INS અનુસાર ભારતીય જનતા પાર્ટી લોકસભા સ્પીકરનું પદ પોતાની પાસે રાખવા જઈ રહી છે. મતલબ કે 18મી લોકસભામાં પણ ભાજપના સાંસદને લોકસભાના સ્પીકર તરીકે પસંદ કરવામાં આવશે. આ તરફ મીડિયાના અહેવાલોને નકારી કાઢતા ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, લોકસભા અધ્યક્ષ પદ માટે કોઈ સહયોગી તરફથી કોઈ માંગ નથી આવી. BJP ટૂંક સમયમાં પાર્ટી સ્તરે પહેલા તેના પર વિચાર કરશે અને પાર્ટી નામ નક્કી કરે પછી NDAના સહયોગીઓ સાથે પણ ચર્ચા કરીને તે નામ પર સર્વસંમતિ બનાવવામાં આવશે.

PM મોદીના વિદેશયાત્રાથી પરત ફરતા જ વાગી જશે મહોર

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ લોકસભાના નવા અધ્યક્ષના નામ પર ચર્ચા થશે. ભાજપ સૌપ્રથમ પાર્ટી સ્તરે લોકસભાના ભાવિ અધ્યક્ષનું નામ નક્કી કરશે ત્યાર બાદ સાથી પક્ષો સાથે નામ પર ચર્ચા કરવામાં આવશે. જો સાથી પક્ષ તરફથી કોઈ સૂચન કે માંગ આવશે તો ભાજપ નવા ફોર્મ્યુલા પર વિચાર કરશે.

વધુ વાંચો : જગન્નાથ મંદિરના એ 3 દરવાજા, જે છેલ્લાં ઘણા સમયથી હતા બંધ, હવે ખુલ્યાં, જાણો રસપ્રદ કહાની

લોકસભાના નવા અધ્યક્ષ 26 જૂને કાર્યભાર સંભાળશે

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં મધ્યપ્રદેશના ઈન્દોરથી ભાજપના લોકસભા સાંસદ સુમિત્રા મહાજન અને બીજા કાર્યકાળમાં રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા પરંતુ આ વખતે ત્રીજા કાર્યકાળ દરમિયાન 24 જૂનથી શરૂ થઈ રહેલા 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન ભાજપ પોતાના પક્ષના કોઈપણ સાંસદના નામ અંગે વિપક્ષી પાર્ટીઓનો પણ સંપર્ક કરશે જેથી કરીને લોકસભાના નવા અધ્યક્ષ ગૃહમાં સર્વસંમતિથી પસંદ કરી શકાય છે. જો વિપક્ષી દળો સરકારના પ્રસ્તાવને સ્વીકારી લે તો ચૂંટણીની જરૂર નહીં રહે પરંતુ જો વિપક્ષ પણ પોતાના પક્ષમાંથી ઉમેદવાર ઉભા કરે તો લોકસભામાં નવા સ્પીકરની ચૂંટણી માટે 26 જૂને મતદાન થઈ શકે છે. બંને કેસમાં લોકસભાના નવા અધ્યક્ષ 26 જૂને કાર્યભાર સંભાળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Modi Cabinet 2024 Lok Sabha Speaker
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ