બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણમાં વીજકર્મીએ મોતને આપ્યો ચકમો, લટકતી લાશ સમજી JCBએ ઉતાર્યો, પછી બન્યું ચમત્કારિક

UGVCL / પાટણમાં વીજકર્મીએ મોતને આપ્યો ચકમો, લટકતી લાશ સમજી JCBએ ઉતાર્યો, પછી બન્યું ચમત્કારિક

Last Updated: 03:28 PM, 11 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણનાં સિદ્ધપુરનાં કાકોશી ગામે વીજપોલ પર કામ કરી રહેલ UGVCL નાં કર્મચારીને કરંટ લાગતા ગ્રામજનોએ કર્મચારીને નીચે ઉતારવા જેસીબી મશીન બોલાવ્યું હતું. જે બા યુવકને નીચે ઉતારતા યુવક એમ્બ્યુલન્સમાં બેસી હોસ્પિટલ પહોંચ્યો હતો.

પાટણના કાકોશી ગામે એક ચમત્કારિક ઘટના જોવા મળી હતી. જેમાં સિદ્ધપુરના કાકોશી ગામે વીજપોલ પર કામ કરી કર્મચારીને કરંટ લાગ્યો હતો. જોકે ગ્રામજનોએ કર્મચારીને મૃત સમજી વીજ થાંભલા પરથી યુવકને મહામહેનતે નીચે ઉતાર્યો હતો. પરંતું ત્યાર બાદ કરંટ લાગતાં બેહોશ થયેલો વીજકર્મી ઉભો થઇ પોતાની જાતે જ એમ્બ્યુલેન્સમાં બેસતાં ઘટનાસ્થળે ઉપસ્થિત સૌ ગ્રામજનો ચોંકી ઉઠ્યા.

યુવક જાતે એમ્બ્યુલન્સમાં બેસી હોસ્પિટલ પહોંચ્યો

કાકોશી ગામે વીજપોલ પર કામ કરી રહેલા વિવેકજી અનારજી ઠાકોરને કરંટ લાગતાં તે વીજપોલ પર જ બેહોથ લઇ લટકી રહ્યો હતો. જેને પગલે ગ્રામજનોએ વીજકર્મીને મૃત માની બુમાબુમ કરી જેસીબી મશીનથી વીજકર્મીને નીચે ઉતાર્યો હતો. જો કે નીચે ઉતારાયા બાદ બેહોશ થયેલા વીજકર્મીને હોશ આવતાં તેને હોસ્પિટલ ખસેડાયો હતો.એટલું જ નહીં, વીજકર્મી જાતે જ એમ્બ્યુલન્સમાં બેસી હોસ્પિટલ માટે નીકળ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા વિવેકજી અનારજી ઠાકોર એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આમ વીજપોલ પર કરંટ લાગ્યા બાદ મૃત માની લેવાયેલો વ્યક્તિને હોશ આવી જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ વાંચોઃ અમદાવાદમાં બાઈક સવાર બંને હેલ્મેટ પહેરીને નીકળજો, ડ્રાઇવ શરૂ, હાઇકોર્ટના આદેશનું પાલન

હોસ્પિટલમાં સારવાર બાદ કર્મચારી એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું

ગ્રામજનો દ્વારા યુવકને તાત્કાલીક ધોરણે વીજ થાંભલા પરતી નીચે ઉતારતા યુવક પોતે જાતે ઉભો થઈ એમ્બ્યુલન્સમાં બેઠો હતો. જે બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તબીબોએ યુવકનું ચેકઅપ કર્યા બાદ જણાવ્યું હતું કે યુવક એકદમ સ્વસ્થ છે.

સંકળાયેલા મુદ્દાઓ

patan News Siddhapur Kakoshi Village
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ