બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / an elderly man built a temple in memory of his pet dog in tamil nadu watch viral video
Arohi
Last Updated: 02:59 PM, 5 April 2022
ADVERTISEMENT
આખી દુનિયામાં માણસો મોટાભાગે તેમના પાલતુ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ જ્યારે તેઓ ગુજરી જાય છે ત્યારે તેઓ તેમની યાદમાં ઘણી વસ્તુઓ કરે છે. આવો જ એક કિસ્સો તામિલનાડુથી સામે આવ્યો છે. જેમાં એક 82 વર્ષના વૃદ્ધે પોતાના પાલતુ કૂતરાની યાદમાં મંદિર બનાવ્યું છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે મંદિર
82 વર્ષીય મુથુએ તમિલનાડુના શિવગંગામાં પોતાના ખેતરમાં પોતાના પાલતુ કૂતરા ટોમ માટે મંદિર બનાવ્યું છે. મુથુ છેલ્લા 11 વર્ષથી તેના પાલતુ કૂતરા ટોમ સાથે રહેતો હતો અને ગયા વર્ષે બિમારીના કારણે ટોમનું અવસાન થયું હતું.
જેની યાદમાં મુથુએ મંદિર બનાવ્યું છે. કૂતરાનું આ મંદિર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ જોઈને લોકો કૂતરાના માલિકના વખાણ કરી રહ્યા છે.
ટોમ તેમની સાથે 11 વર્ષ રહ્યું
એવું કહેવાય છે કે જ્યારે તમે લાંબા સમય સુધી કોઈની સાથે રહો તો તમે તેના પ્રેમમાં પડી જાવ છો. મુથુ સાથે પણ એવું જ થયું. આટલા લાંબા સમય સુધી ટોમ સાથે રહેતા વખતે મુથુને ટોમ સાથે ખૂબ પ્રેમ હતો. જ્યારે ટોમ મૃત્યુ પામ્યો ત્યારે મુથુ આઘાત સહન ન કરી શક્યા અને તેની યાદમાં તેમણે પોતાના ખેતરમાં મંદિર બંધાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.