બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:04 AM, 9 August 2024
Sikkim Earthquake : ભારતમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સિક્કિમમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સિક્કિમના સોરેંગમાં સવારે 6.57 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આ વી છે. હાલમાં આ ભૂકંપમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
ADVERTISEMENT
An earthquake of magnitude 4.4 on the Richter Scale occurred today at 06:57 IST in Soreng, Sikkim: National Center for Seismology pic.twitter.com/EWi8YnlXSK
— ANI (@ANI) August 9, 2024
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેઓએ ભૂકંપનો આંચકો સ્પષ્ટપણે અનુભવ્યો હતો. તેના ઘરની વસ્તુઓ ધ્રૂજવા લાગી. ભૂકંપના આંચકા અનુભવતા જ તેઓ ઘરની બહાર દોડવા લાગ્યા હતા. લોકો રસ્તા પર આવી ગયા. ભૂકંપના કારણે કેટલાક લોકો જાગી ગયા હતા. હાલમાં હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
ADVERTISEMENT
જાપાનમાં ગઇકાલે જ આવ્યો હતો ભૂકંપ
નોંધનિય છે કે, હજી ગઈ કાલે એટલે કે ગુરુવારે જાપાન જોરદાર ભૂકંપથી હચમચી ગયું હતું. ગુરુવારે જાપાનના દક્ષિણ કિનારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરવી પડી હતી. સ્થાનિક રહેવાસીઓને બીચથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી હતી.
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે, તેનું કેન્દ્ર જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યુશુના પૂર્વ કિનારે લગભગ 30 કિલોમીટર (18.6 માઇલ) ની ઊંડાઈ પર હતું. ક્યૂશુ ટાપુના મિયાઝાકી પ્રાંતના નિચિનાન શહેર અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના સૌથી મજબૂત આંચકા અનુભવાયા હતા. આના બે દિવસ પહેલા નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ આવે તો શું કરવું ?
વધુ વાંચો : 'દેશને ડાયબિટીસ-સ્થૂળતાથી બચાવી લો મીલોર્ડ', સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ મોટી PIL
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.