બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફૂલ સ્પીડે કારો આવી, 10 શખ્સોએ તલવારો લહેરાવી લોકોને દોડાવ્યા, અમદાવાદના પોશ એરિયાનો વીડિયો
Last Updated: 03:19 PM, 11 January 2025
અમદાવાદમાં વારંવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે આવી ઘટનાઓમાં પોલીસ દ્વારા લુખ્ખા તત્વોનું ફક્ત જાહેર સરકસ કાઢવામાં આવે છે. પરંતુ આવા લુખ્ખા તત્વોમાંથી ડર બહાર કાઢી શકતા નથી. જેને લઇ આવા તત્વો ખુલ્લે આમ આતંક મચાવી રહ્યા છે.
ADVERTISEMENT
ત્યારે તાજેતરમાં શહેરના પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વો તલવાર લઈ રસ્તા પર દોડતા દેખાયા હતા. જેમાં 10 જેટલા અસામાજિક તત્વોએ હાથમાં તલવાર લઈને આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ટોળામાંથી અમુક લોકો વાહનો પર હથિયાર ઉગામ્યા હતા. ત્યારે અસામાજિક તત્વોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં અસામાજિક તત્વોએ જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ, ઉત્તરાયણને લઈ પોલીસ કમીશનરનું જાહેરનામું, જુઓ 8 મોટા સમાચાર
SG હાઈવે પર અસામાજિક શખ્સોનો આતંક જોવા મળતા રાત્રિના પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા હતા. જેમાં શહેરના ખ્યાતનામ મોલ સામે જ તલવાર વડે વાહનોમાં તોડફોડ કરવામાં આવતા લોકોમાં છૂપો રોષ જોવા મળ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT