An announcement was made at the last minute to postpone one more examination, an atmosphere of resentment among the students
નિર્ણય /
છેલ્લી ઘડીએ વધુ એક પરીક્ષા મોકૂફ રાખવાની કરાઈ જાહેરાત, વિદ્યાર્થીઓમાં રોષ, જાણો શું અપાયું કારણ
Team VTV09:10 AM, 13 Feb 22
| Updated: 10:03 AM, 13 Feb 22
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 14મી ફેબ્રુઆરી થી યોજાનારી BHMSની પરીક્ષા એકા એક રદ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા અચાનક મોકૂફ
14 ફેબ્રુઆરીએ યોજાનારી BHMSની પરીક્ષા મોકૂફ
પરીક્ષાને લઇ 1500થી વધુ વિદ્યાર્થીઓમાં રોષ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા અચાનક મોકૂફ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 14મી ફેબ્રુઆરી યોજાનારી BHMSની રેગ્યુલર પરીક્ષા 24 કલાક પૂર્વે એકા એક મોકૂફ રખાતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. બીજી તરફ યુનિવર્સિટી દ્વારા BHMSની રેગ્યુલર પરીક્ષાને એકા એક રદ કરી નાંખતાં 15000થી વધુ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
પરીક્ષાને લઇ 1500થી વધુ વિદ્યાર્થીઓમાં રોષ
તો આ તરફ યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા અનુસાર 14મી ફેબ્રુઆરી યોજાનારી BHMSની રેગ્યુલર પરીક્ષાના ફોર્મમાં અનેક ભૂલો હોવાથી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ પરિક્ષાના 24 કલાક પૂર્વે એકા એક પરિક્ષા રદ્દ થઈ જતાં જ્યાં એકતરફ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મુકાયા છે.