બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઇ એલર્ટ જાહેર, બિહારમાં તો 21ના મોત

હવામાન અપડેટ / ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઇ એલર્ટ જાહેર, બિહારમાં તો 21ના મોત

Last Updated: 09:29 AM, 13 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Forecast Latest News : હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરાઇ

IMD Forecast : દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ છે. દેશની રાજધાની દિલ્હી-NCRમાં ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે શનિવાર સાંજ સુધી આવું જ વાતાવરણ ચાલુ રહેશે. આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનાં વડોદરા, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બોટાદ સહિત કચ્છનાં વિવિધ તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.

બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા છે. અનેક ઘરો નદીમાં ડૂબી ગયા છે. કેટલાક લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. પીલીભીત, લખીમપુર ખેરી, બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, મહારાજગંજના લગભગ 800 ગામો સતત ત્રીજા દિવસે પૂરની ઝપેટમાં છે, શાહજહાંપુરમાં દિલ્હી-લખનૌ હાઈવે સતત બીજા દિવસે બંધ છે.

યુપી-બિહાર ઉપરાંત સમગ્ર દેશમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMDએ મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે રોડ, રેલ અને હવાઈ ટ્રાફિક સેવા પ્રભાવિત થઈ શકે છે. શુક્રવારે મોડી રાત્રે અને શનિવારે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આજે પણ અહીં વરસાદની સંભાવના છે.

વધુ વાંચો : મહારાષ્ટ્રની MLC ચૂંટણીમાં 'ખેલા હોબે' થઈ ગયું, મહાયુતિને થયો આ ફાયદો, ફસાયો MVAનો પેચ

આજે આ રાજ્યોમાં વરસાદની ચેતવણી

IMD એ આજે ​​21 રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેમાં ખાસ કરીને ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આસામ, મેઘાલય, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, પૂર્વ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને આંદામાન-નિકોબારમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. સાથે જ ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, વિદર્ભ (મહારાષ્ટ્ર), છત્તીસગઢમાં તોફાન અને વીજળી પડવાની ચેતવણી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Rain Forecast Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ