જેતપુરના સરધાર પુર રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લીધો છે, અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે
રાજકોટના જેતપુરમાં અકસ્માતની ઘટી ઘટના
અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત
જેતપુર તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી
રાજકોટના જેતપુરના સરધાર પુર રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લીધુ છે. બાઈકસવાર 2માંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. અન્ય એક બાઈક સવારને અકસ્માતમાં ગંભીર ઈજા પહોચી છે.
મૃતકની તસવીર
પોલીસે હાથ ધરી તપાસ
જામકંડોરણાથી બાઈક પર પરત ફરતા બાઈક સવારોને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં નવાગઢના સેવાભાવી આગેવાન જેન્તી પાદરીયાનું મૃત્યુ થયું છે તેમજ અન્ય બાઈક સવાર વ્યક્તિને જુનાગઢ સારવાર માટે ખસેડાયા છે. સમગ્ર મામલે જેતપુર તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગમખ્વાર અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો, તેમજ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.