વલસાડમાં ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે 4 લોકોને ગંભીર અકસ્માત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે.
વલસાડના ભિલાડ પાસે અકસ્માત
બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માત સર્જાતા 3 મોત, 4ને ગંભીર ઈજા
આજનો વલસાડ માટે દિવસ કાળમુખો બન્યો છે, આજે વહેલી સવારે વલસાડમાં ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે 4 લોકોને ગંભીર અકસ્માત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે.
બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત
વલસાડ જિલ્લાના ભિલાડ પાસે આજે ગંભીર અકસ્માત સજાર્યો હતો, હાઈવે પર પૂરપાટ ઝડપે આવતા બસ, ટ્રક અને ટેમ્પો ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, આ મૃતકો ભિલાડ નજીકના કનાડુ ગામના રહેવાસી હોવાનું પણ મનાઈ રહ્યું છે, સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતોકોના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત 4 લોકોને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જાતા 3 મોત, 4ને ગંભીર ઈજા
અકસ્માત બાદ રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા પોલીસ ટ્રાફિકને હળવો કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.. મહત્વનું છે કે તહેવારો બાદ રાજ્યમાં અકસ્માતના કેસમાં વધારો થયો છે જેમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ અનેક લોકોના મોત થયા છે