બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / ગુજરાત / વડોદરા / An accident case on Mujamhuda-Akota road in Vadodara

ક્રાઇમ / વડોદરા હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી સહિત 4ની ધરપકડ, ગુનેગારોને લઇને થયો મોટો ખુલાસો, સામે આવ્યા ચોંકાવનારા CCTV

Malay

Last Updated: 12:27 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના અકોટા-મુજમહુડા રોડ પર નશામાં ધૂત BMW કારના ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માત સર્જનારા સ્નેહલ પટેલ સહિત ચારેયની ધરપકડ કરી છે.

  • વડોદરાના મુજમહુડા-અકોટા રોડ પર અકસ્માતનો મામલો 
  • પોલીસે અકસ્માત સર્જનારા સ્નેહલ પટેલની કરી ધરપકડ
  • ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું થયું હતું મૃત્યુ

વડોદરા અકોટા-મુજમહુડા રોડ પર અકસ્માત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે.પી. રોડ પોલીસે અકસ્માત સર્જનારા સ્નેહલ પટેલ સહિત ચારેયની ધરપકડ કરી છે. સ્નેહલ પટેલ કારના શૉ-રૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. તે પાર્સિંગ માટે આવેલી કાર લઈ મિત્રો સાથે રવિવારે રાત્રે ફરવા નીકળ્યો હતો. પોલીસની તપાસમાં અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ અને તેના મિત્રો નશામાં હોવાનું ખુલ્યું છે. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. 

BMW કાર ચાલકે બાઇકસવાર દંપતિને મારી હતી ટક્કર
આ મામલે વિગતવાર વાત કરીએ તો શહેરના અકોટ વિસ્તારમાં રહેતા અયાજ અહેમદ શેખ અને તેમની પત્ની શાહીનબેન રવિવારે રાત્રે તેમના સાઢુભાઈના ઘરેથી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન રાત્રે 9.00 વાગ્યાની આસપાસ મુજમહુડા-અકોટા રોડ પર પૂરપાટ ઝડપે આવતી એક BMW કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેમાં બાઇક પર સવાર અયાજ અહેમદ શેખ અને તેમની પત્નીને ગંભીર ઈજાઓ થઈ હતી. આ બનાવને પગલે ઘટનાસ્થળે રાહદારીઓના ટોળેટાળા એકઠા થઈ ગયા હતા. 

સારવાર દરમિયાન મહિલાનું નીપજ્યું હતું મૃત્યુ
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દંપતીને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શાહીનબેન શેખ મોત નિપજ્યું હતું. કારની અડફેટે મોતને ભેટેલ શાહીનબેનને સંતાનમાં 15 વર્ષનો પુત્ર ઉમર અને 11 વર્ષની પુત્રી ફાતિમા છે. બંનેએ કિશોરાવસ્થામાં જ માતા ગુમાવતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.

પોલીસે ગણતરીની કલાકોમાં જ 
આ બનાવને પગલે જે.પી. રોડ પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા અકસ્માત સર્જનારાઓને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં જ અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ સહિત ચારેયની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સ્નેહલ છાણી વિસ્તારમાં આવેલ કારના શો રૂમમાં નોકરી કરે છે, તે રવિવારે રાત્રે પાર્સિગ માટે આવેલી કારમાં મિત્રોને લઈને નીકળ્યો હતો. તપાસમાં તમામ નશામાં ચૂર હોવાનું  સામે આવ્યું છે.

અકસ્માત સર્જનારની ધરપકડ

- સ્નેહલ જિગ્નેશભાઇ પટેલ 
- વિશાલ ધોંડીરામ મોરે
- સદ્દામભાઇ મોહંમદઅલી શેખ
- મકસુદ મીરસાહબ સિંધા


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ