બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / An 18-year-old Kohistan girl killed by her family members for dancing with boys in a viral video
Hiralal
Last Updated: 06:11 PM, 29 November 2023
ADVERTISEMENT
ડાન્સથી વાયરલ થવા માટે તો લોકો જીવ સુધી ખેલી જતાં હોય છે પરંતુ વાયરલ ડાન્સથી એક છોકરીને ઘરનાના હાથે મરવાનો વારો આવ્યો. આ સનસનીખેજ ઘટના પાકિસ્તાનમાં બની છે.
પાકિસ્તાનમાં 18 વર્ષની યુવતીની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આ ઘટના કોહિસ્તાનની છે, જ્યાં યુવતીના પરિવારના સભ્યોએ તેની હત્યા કરી હતી. આ ઘટના પાછળ યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે કેટલાક અન્ય છોકરાઓ સાથે ડાન્સ કરી રહી છે. સ્થાનિક જીરગા (ધર્મગુરુ) ના આદેશથી પરિવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. કહેવાય છે કે, જિરગાએ યુવતીની સાથે વીડિયોમાં દેખાતા છોકરાઓને પણ મારી નાખવાનો આદેશ આપ્યો હતો. પરંતુ પોલીસ સમયસર ત્યાં પહોંચી ગઇ હતી, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.
વીડિયો દેખાતીમાં બીજી છોકરી બચી ગઈ
વાયરલ વીડિયોમાં બે છોકરીઓ કેટલાક છોકરાઓ સાથે ડાન્સ કરતી જોવા મળે છે તેમાં પહેલી છોકરીની ઘરનાએ હત્યા કરી નાખી હતી. બીજી છોકરીની પણ હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ સમયસર પોલીસ આવી જતાં તે બચી ગઈ હતી.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં ભારેલો અગ્નિ
પાકિસ્તાનમાં આ રીતે છોકરીની હત્યાના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો ઓનર કિલીંગ ખતમ કરવાની વાત કરી રહ્યા છે. જિલ્લા પોલીસ અધિકારી મુખ્તિયાર તનોલીએ જણાવ્યું હતું કે, પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. યુવતીના પરિવારની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ હિંસા વધ્યા બાદ વીડિયોમાં દેખાતા છોકરાઓ હાલ સંતાયા છે. છોકરીના મૃતદેહને મેડિકલ-લીગલ તપાસ માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. છોકરીની હત્યા કોણે કરી તે અંગે તપાસ ચાલી રહી છે. સાથે જ જીરગામાં આવો આદેશ કોણે આપ્યો તે પણ જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે.
10 વર્ષ પહેલા પણ પાંચ મહિલાઓની થઈ હતી હત્યા
10 વર્ષ પહેલા પણ આવી જ એક હ્રદય કંપાવી દે તેવી ઘટના બની હતી. ત્યારે જિરગાના આદેશથી પાંચ મહિલાઓની હત્યા કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT