બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / બંધ થયેલા ગેમઝોન ક્યારે ચાલુ થશે? મોડલ રૂલ્સ તૈયાર કરાયા, વાંધા-સૂચનો અહીં મેઈલ કરી શકાશે

ગાંધીનગર / બંધ થયેલા ગેમઝોન ક્યારે ચાલુ થશે? મોડલ રૂલ્સ તૈયાર કરાયા, વાંધા-સૂચનો અહીં મેઈલ કરી શકાશે

Last Updated: 05:38 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી (મોડલ રૂલ્સ)-2024 સૂચિત નિયમો તૈયાર કરાયા: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં બંધ કરાયેલા ગેમઝોનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બંધ કરાયેલા ગેમઝોનને નવા કાયદાની રચના બાદ ખોલવામાં આવશે. સાથો સાથ ગેમઝોન સહિત જાહેર જગ્યાઓ સંદર્ભે નવા કાયદાની રચના કરવામાં આવશે. જે કાયદામાં જાહેર જગ્યાઓને લગતા મોડેલ એક્ટનો ઉમેરો કરાશે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે

સેફટી રૂલ્સ-2024 બનાવવામાં આવ્યો

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજકોટ ટી.આર.પી. ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ (સેફટી) રૂલ્સ-2024” બનાવવામાં આવ્યા છે. આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ https://home.gujarat.gov.in/Upload/GAMINGZONE(MODELRULES2024FINALDRAFT%20_11062024.pdf પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે

મંત્રીએ કહ્યું હતું કે, આ નિયમો અંગે કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા- સૂચનો હોય તેમને આગામી તા. 25 જૂન,2024 સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી [email protected] પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે 25 જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં. ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ- 33 હેઠળ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટઓને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેઓ આ નિયમને આખરી કરશે તે બાદ તેને પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.

વાંચવા જેવું: નમો લક્ષ્મી યોજનાનું ગુજરાતમાં સફળ અમલીકરણ, આટલી વિદ્યાર્થિનીઓ થઈ રજીસ્ટર, જાણો યોજના વિશે

'20 તારીખ સુધીમાં SITનો અહેવાલ સરકારને મળશે'

રાજકોટમાં TRP ગેમઝોન દુર્ઘટના અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 20 તારીખ સુધીમાં SITનો અહેવાલ સરકારને મળશે. જે રિપોર્ટ સરકારને મળ્યા બાદ હાઈકોર્ટ ને સોંપીશું અને જરૂર પડ્યે કાયદામાં સુધારો વધારો કરવામાં આવશે. વધુમાં કહ્યું કે, જવાબદાર અધિકારી નાનો હશે કે મોટો સરકાર કાર્યવાહી કરાશે તેમજ TRP ગેમઝોનની ઘટનાની રાત્રે SITની રચના કરી હતી અને તે કમિટીએ કામ કરવાની વિગતો આપી હતી. જેમાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. કાયદેસર ન હોય તેવા ગેમઝોન બંધ કરવા સૂચના આપી હતી તેમજ ACBના આધારે 2 અધિકારીઓ સામે પગલા ભર્યા છે

સંકળાયેલા મુદ્દાઓ

Cabinet Meeting Rides and Gaming Zone Safety Gaming Zone Safety Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ