ખાટો ભાવ! /
અમૂલ દૂધ બાદ હવે છાશ-દહીં થયા મોંઘા, ટુંક સમયમાં અમૂલ આ પ્રોડેક્ટનો પણ વધારી શકે છે ભાવ
Team VTV07:40 PM, 05 Mar 22
| Updated: 07:40 PM, 05 Mar 22
ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના ભાવ બાદ હવે છાશ અને દહીંના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે. નવા ભાવ જોઇને ગૃહિણીઓ ચિંતાતૂર બની છે.
અમૂલ દ્વારા છાશ અને દહીંના નવા ભાવ જાહેર કરાયા છે. અમૂલ છાશ અને દહીંના ભાવ વધતા સૌથી મોટો ફટકો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને પડવા જઇ રહ્યો છે.
જાણો કેટલો થયો ભાવ વધારો
નવા ભાવ અનુસાર, અમૂલ જીરા છાશના પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે. તો અમૂલ મસ્તી દહીંના પાઉચમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલના દૂધ, દહીં અને છાશની કિંમતોમાં વધારો ઝીંકી દેવાયો છે. ત્યારે હવે ટૂંક સમયમાં આઈસ્ક્રીમના ભાવોમાં વધારો કરવામાં આવી શકે છે.
આ કારણે થયો ભાવ વધારો
અમૂલ દ્વારા કરાયેલા ભાવ વધારા પાછળનું કારણ પેકેજિંગ, લોજિસ્ટિક પશુ આહાર, દૂધના ઉત્પાદન ખર્ચમાં થઈ રહેલા વધારાને લઇને સંચાલન ખર્ચમાં વધારો થવાને ગણવામાં આવી રહ્યું છે.
ગત દિવસોમાં જ અમૂલ દુધમાં લિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો
1 માર્ચથી અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાની અસર નાના શહેરોથી લઇને અમદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હી જેવા મોટા શહેરોમાં સહિત સમગ્ર દેશમાં જોવા મળશે. મહત્વનું છે કે અમૂલ દૂધના પ્રતિ લિટર પાઉચમાં રૂપિયા 2નો વધારો જ્યારે 500 MLના પાઉચમાં રૂપિયા 1નો વધારો કરવામાં આવ્યો હતો.
AMUL increases the price of milk by Rs 2. The prices will come into effect from tomorrow (March 1, 2022) pic.twitter.com/R2IeDQFtOo
અમુલે પશુપાલકોને અપાતી કિંમતોમાં પણ વધારો કર્યો હતો પ્રતિ કીલો ફેટે પશુપાલકોને રૂ.35ને સ્થાને રૂ40 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હી, એનસીઆર, ગુજરાત, પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં આ ભાવ વધારો લાગુ થઇ ચૂક્યો છે.