બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMTSએ 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ કર્યું રજૂ, આયોજન અમદાવાદના રૂપરંગ ફેરવી નાખે તેવું, પણ દેવું વધ્યું
Last Updated: 10:16 PM, 13 January 2025
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે વર્ષ 2025-26 માટેનું રૂપિયા 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષે રૂપિયા 641.05 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. ત્યારે આ વર્ષ રૂપિયા 40.50 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ બજેટમાં ભાજપના શાસકો દ્વારા આગામી સમયમાં સુધારો કરી આખરી મંજૂરી આપવામાં આવશે.
ADVERTISEMENT
AMTSનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ
મેટ્રોસિટી અમદાવાદના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ ગણાતી જાહેર પરિવહન સેવા એટલે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે આગામી નાણાકીય વર્ષ માટે રૂપિયા 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ફરી એકવાર બસની સંખ્યા વધારવાનો જૂનો રાગ આલાપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, AMTSની ખોટ સતત વધી રહી છે. રૂપિયા 410 કરોડથી વધીને રૂ.437 કરોડ ખોટ પહોંચી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: છેલ્લી ઘડીએ ઉત્તરાયણની ખરીદી કરવા બજારમાં ચિક્કાર ભીડ, જુઓ કયા શહેરમાં કેવો માહોલ?
બજેટ વધ્યું છતાં દેવામાં તો વધારો જ..!
વર્ષ 2025-26માં 1172 બસ સામે 1113 બસો શહેરનાં રસ્તા પર દોડશે તેમજ પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે બજેટ વધ્યું છતાં દેવામાં તો વધારો થયો જ છે. ગત વર્ષે 401 કરોડનું દેવું વધીને 437 કરોડ પર પહોચ્યું છે ત્યારે સરકાર પાસેથી AMTSને 4 કરોડ રૂપિયા વસુલવાના બાકી છે. રાજ્ય સરકારના કાર્યક્રમોમાં ફાળવવામાં આવેલી બસોના ભાડાના 4 કરોડ રૂપિયા વસુલવાના બાકી છે. રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ RTO ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવમાં આવશે. 60 AC ઇલેક્ટ્રિક બસો અને 60 મીની AC બસ પણ રસ્તા પર દોડશે. શહેરમાં કુલ 225 ઇલેક્ટ્રિક બસ રસ્તા પર દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.