અમદાવાદ / AMTSમાં ડ્રાઇવરો એનાઉન્સમેન્ટ સિસ્ટમ બંધ રાખીને મનફાવે તેવા ફિલ્મી ગીતો વગાડે છે

AMTS bus LED display Announcement system issue ahmedabad

આજે પણ પેસેન્જર્સ માટે એએમટીએસ બસ સર્વિસ તેના શહેરભરમાં ફેલાયેલા વ્યાપના કારણે જાહેર પરિવહન ક્ષેત્રના મામલે કંઇક અંશે દિલાસારૂપ છે. ખાનગીકરણના હવાલે એએમટીએસ બસનું સંચાલન તંત્ર દ્વારા સોંપાયું હોઇ બસની અનિયમિતતા, ડ્રાઇવર-કન્ડકટરનું ઉદ્ધત વર્તન, રફ ડ્રાઇવિંગ જેવી ફરિયાદોનું પ્રમાણ પણ વધતું ગયું છે. તેમાં પણ લાખો રૂપિયાના ખર્ચે બસમાં બેસાડેલી એલઇડી ડિજિટલ ડિસ્પ્લે સિસ્ટમ મહદંશે ચાલુ ન હોઇ ચોમાસાની ઋતુમાં બસની રાહ જોઇને બસ સ્ટેન્ડ પર ઊભેલા પેસેન્જર કે બસની અંદર બેઠેલા પેસેન્જર પોતાના રૂટની બસ તેમજ ઊતરવાનું સ્થળ ચૂકી જતાં હોઇ એએમટીએસના શાસકો પણ આ મામલે ગંભીર બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ