વાહન-વ્યવહાર /
AMTS-BRTS બસના મુસાફરો માટે મોટા સમાચાર, આ તારીખથી ફરી દોડતી થશે સિટી બસ
Team VTV06:14 PM, 05 Jun 21
| Updated: 06:51 PM, 05 Jun 21
અમદાવાદમાં 18 માર્ચથી બંધ થયેલી AMTS-BRTS બસ સેવા પુનઃ શરૂ, કોરોના સંક્રમણની ગાઈડલાઈન સાથે સીટીમાં બસની સેવા શરૂ કરવાનો કરાયો નિર્ણય
સોમવારથી અમદાવાદ સીટી બસ સેવા શરૂ થશે
સોમવારથી AMTS, BRTS બસ સેવા શરૂ થશે
કોરોનાના કારણે AMTS, BRTS બસ સેવા બંધ હતી
અમદાવાદની AMTS-BRTS બસ સેવાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. 7 જૂન સોમવારથી અમદાવાદ સિટી બસ સેવા પુનઃ શરૂ થશે. સોમવારથી AMTS, BRTS બસ સેવા શરૂ થતા લોકોને રાહત મળશે. કોરોનાના કારણે AMTS, BRTS બસ સેવા બંધ હતી. કોવિડ નિયમો સાથે બસ સેવા શરૂ થશે.
સીટી બસમાં રોજના આશરે 4 લાખથી વધુ લોકો મુસાફરી કરતા હોય છે. જેમા કર્મચારી વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય સામાન્ય લોકો પોતાની મુસાફરી માટે બસ સેવાનો લાભ લેતા હતા. 18 માર્ચના દિવસે AMTS અને BRTS બંને સેવા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી બંધ કરી દેવાઈ હતી. જે બાદ લોકોને રિક્ષામાં જવા માટે વધારે ભાડું પણ આપવું પડતું હતું.
ગુજરાતમાં ST બસ સેવા પણ કરી દેવાઈ શરૂ
ગુજરાતની એસ.ટી.બસમાં હવે મુસાફરી માટે વધુ છૂટ મળી છે. હવે એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે. 50 ટકાની જગ્યાએ 75 ટકાની કેપેસિટી રાખવામાં આવી છે. સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધીની બસને મુસાફરીની છૂટ અપાઈ છે. મહત્વનું છે કે કોરોના સંક્રમણના કારણે GSRTC દ્વારા સિટિંગ કેપેસિટી ઘટાડી દેવાઈ હતી. અને ઓછા મુસાફરો સાથે બસ ચાલી રહી હતી. તો બીજી તરફ લોકડાઉનના કારણે પણ બસના રૂટોમાં ઘટાડો થયો હતો.