બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : ફરી રેલ એક્સિડન્ટ, પાટા પરથી ઉથલી પડી ટ્રેન, 10 ડબ્બાં ખડી પડતાં કેમિકલ વિસ્ફોટ
Last Updated: 09:58 PM, 20 July 2024
ઉત્તર પ્રદેશના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ અકસ્માત બાદ હવે શનિવારે અમરોહામાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે આ એક્સિડન્ટ માલગાડીને થયો છે. મુરાદાબાદથી દિલ્હી જઈ રહેલી માલગાડી અમરોહા રેલવે સ્ટેશન પાસે પલટી ગઈ અને 10 ડબ્બાં પાટા પરથી ખડી પડ્યાં હતા જેમાંથી બે ડબ્બામાં કેમિકલ ભર્યાં હોવાથી જોરદાર વિસ્ફોટ થયો હતો. જોરદાર વિસ્ફોટ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘણી ટ્રેનોના સંચાલનને અસર થઈ હતી. માલગાડી પલટી જવાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તે અપ લાઇન પર આગળ વધી રહી હતી, જ્યારે અચાનક તે ડાઉન લાઇન પર પલટી ગઈ.
ADVERTISEMENT
अमरोहा में मुरादाबाद से दिल्ली आ रही मालगाड़ी के 10 डिब्बे हुए डिरेल pic.twitter.com/74F1AumXrr
— Rakesh chaudhari (@Rakeshchau58578) July 20, 2024
अमरोहा में मुरादाबाद से दिल्ली आ रही मालगाड़ी के 10 डिब्बे हुए डिरेल, Video pic.twitter.com/pnTnLjOE9n
— Rakesh chaudhari (@Rakeshchau58578) July 20, 2024
ADVERTISEMENT
સદનસીબે કોઈ જાનહાની નહીં
માલગાડી દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ એક્સિડન્ટ બાદ આવનારી અને જનારી ગાડીઓ પર અસર પડી હતી. દિલ્હી-લખનૌ રેલ્વે ટ્રેક થંભી ગયો હતો. ઘણી ટ્રેનોને રૂટ પર રોકી દેવામાં આવી છે.
વધુ વાંચો : VIDEO : છોકરી જોતાં અંકલમાં ભૂત જાગ્યું ! કારમાં લિફ્ટ આપીને કહ્યું, 'એક કામ કરીશ'
યુપીના ગોંડામાં પણ ટ્રેનને એક્સિડન્ટ
ઉલ્લેખનીય છે કે હજુ 3 દિવસ પહેલા યુપીના ગોંડામાં પણ પેસેન્જર ટ્રેનને એક્સિડન્ટ થયો હતો જેમા 5થી વધુ પ્રવાસીઓના મોત થયાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.