બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / AmritpalSingh new video NSA PUNJAB ArrestOperation PunjabPolice khalistan PunjabandHaryanaHighCourt

VIDEO : / અમૃતપાલ સિંહનો નવો વીડિયો આવ્યો સામે, કપડાં બદલીને કારની ફ્રન્ટ સીટ પર બેસીને થયો ફરાર

Pravin Joshi

Last Updated: 06:25 PM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ ટીમ ખાલિસ્તાની કટ્ટરપંથી અમૃતપાલ સિંહને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે. તેના ઘણા સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

  • ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહનો નવો વીડિયો આવ્યો સામે
  • કપડા બદલી કારની આગળની સીટ પર બેસી થયો ફરાર
  • મર્સિડીઝ કારમાંથી નીચે ઉતરી બાઈકમાં થયો ફરાર

પોલીસ ટીમ ખાલિસ્તાની કટ્ટરપંથી અમૃતપાલ સિંહને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે. તેના ઘણા સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે અમૃતપાલ જલંધરના શાહકોટ ખાતે તેની મર્સિડીઝ કારમાં નીચે ઉતર્યો હતો અને શાહકોટમાં તે તેના એક સહયોગીની Breeza  કારમાં બેસી ગયો હતો. અમૃતપાલે Breeza  કારમાં જ કપડાં બદલ્યા. તેણે પોતાનો શર્ટ કાઢી નાખ્યો અને પેન્ટ શર્ટ પહેરીને બે મોટરસાયકલમાં તેના ત્રણ સાગરિતો સાથે ભાગી ગયો. ======

 

પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે અમૃતપાલે કાર બદલી

સમગ્ર ઘટના મામલે પંજાબ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શાંતિને ખલેલ પહોંચાડનાર કોઈપણને છોડશે નહીં. અરવિંદ કેજરીવાલે પંજાબની કાયદો અને વ્યવસ્થા પર જલંધર જસકરણ સિંહ તેજા અને એસીપી નિર્મલ સિંહ સાથે વાત કરી છે. પંજાબ સંપૂર્ણપણે શાંત છે.અમૃતપાલને કોઈ સમર્થન નથી.અમૃતપાલની સાથે માત્ર મુઠ્ઠીભર લોકો હતા, જેમની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સથી છુટકારો મેળવવા માટે  અમૃતપાલ પાસે આવતા યુવાનોને તે ઉશ્કેરતો હતો.અમૃતપાલે એકેએફની રચના કરી હતી જે ગેરકાયદેસર હતી. 

 

HCએ પંજાબ પોલીસને ફટકાર લગાવી

અમૃતપાલ સિંહના મામલામાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ પોલીસને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે પૂછ્યું, પંજાબ પોલીસમાં 80 હજાર જવાનો છે તેમ છતા હજુ પણ અમૃતપાલ કેવી રીતે ફરાર છે ? તમારા 80000 પોલીસકર્મીઓ શું કરી રહ્યા હતા ? તે કેવી રીતે ભાગી ગયો. કોર્ટે કહ્યું કે આ પંજાબ પોલીસની ગુપ્તચર નિષ્ફળતા છે. સુનાવણી દરમિયાન પંજાબ પોલીસે કોર્ટને જણાવ્યું કે અમૃતપાલ સિંહ પર NSA પણ લગાવવામાં આવ્યો છે અને તેણે અત્યાર સુધીમાં અમૃતપાલના 120થી વધુ સહયોગીઓની ધરપકડ કરી છે. કોર્ટે કહ્યું કે અમે પોલીસની વાર્તા પર વિશ્વાસ કરતા નથી. 

કોર્ટે પંજાબ પોલીસને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું 

નોંધપાત્ર છે કે અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે. છેલ્લા ચાર દિવસથી પોલીસ તેને શોધી રહી છે. જે કારમાં તે ભાગી ગયો હતો તે કાર પણ પોલીસે કબજે કરી લીધી છે. આ દરમિયાન અમૃતપાલ સિંહનું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે પણ કનેક્શન હોવાની ચર્ચા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલના વધુ બે સહયોગીઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA)ની અરજી કરવામાં આવી છે. NSA હવે અમૃતપાલના બે સહયોગી કુલવંત સિંહ અને ગુર ઓજલા પર લગાવવામાં આવી છે. બંનેની ધરપકડ કરીને આસામના ડિબ્રુગઢ મોકલવામાં આવ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

AmritpalSingh AmritpalSingh new video ArrestOperation Khalistan NSA Punjab PunjabPolice PunjabandHaryanaHighCourt Amritpal Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ