amritpal singh in nepal high alert pakistan embassy
ચાંપતી નજર /
અમૃતપાલ પકડાશે કે નહીં? પાકિસ્તાનની મદદથી સુરક્ષિત દેશ પહોંચી શકે છે, નેપાળના એરપોર્ટ-હોટલમાં હાઈઍલર્ટ
Team VTV10:22 AM, 28 Mar 23
| Updated: 10:53 AM, 28 Mar 23
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને લઈને નેપાળમાં હાઈ અલર્ટ જાહેર કરી દેવાયું છે. નેપાળ પોલીસ અમૃતપાલને શોધવામાં લાગી ગઈ છે. તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમીગ્રેશનને અલર્ટ કરી દેવાયા છે.
પાકિસ્તાનની મદદથી સુરક્ષિત દેશ પહોંચી શકે છે
નેપાળના એરપોર્ટ-હોટલમાં હાઈઍલર્ટ
સમગ્ર નેપાળમાં તપાસ હાથ ધરાઈ
કાઠમાંડૂના ભારતીય દૂતાવાસને નેપાળ સરકારે પત્ર લખતીને કહ્યું કે, ભારત ભાગેડું અમૃતપાલના નેપાળમાં છૂપાયા હોવા અને તેના રૂપને બદલીને વિદેશમાં ભાગવાની આશંકા વ્યક્ત કરી છે. દૂતાવાસે નેપાળના સુરક્ષાકર્મીઓને અમૃતપાલની અલગ-અલગ તસવીરો પણ જાહેર કરી છે.
મહત્વનું છે કે, સૂચના હતી કે અમૃતપાલ નેપાળ ભાગી શકે છે. તેમના ઉત્તરાખંડ અથવા યુપીથી નેપાળ ભાગવાની શક્યતા હતી. તેને લઈને બંને રાજ્યોની ઈન્ટરનેશનલ બોર્ડર પર કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો પરંતુ તેઓ સૌને ચકમો આપતા નેપાળ ફરાર થઈ ગયો છે.
આ ચાર દેશોમાં ભાગવાની છે યોજના
દૂતાવાસના પત્રમાં લખ્યું કે, તેઓ પોતાના પાસપોર્ટ અથવા કોઈ ફર્જી પાસપોર્ટ પર સફર કરી શકે છે. અમૃતપાલના નેપાળથી દુબઈ, કતાર, સિંગાપુર, બેંકોક ભાગવાની યોજના હોવાની માહિતી બાદ તમામ જગ્યાએ જનારા વિમાન મુસાફરોની તપાસ કડકાઈથી કરાઈ રહી છે.
ભારતીય ગુપ્તચર વિભાગને શંકા છે કે, અમૃતપાલ નેપાળમાં પાકિસ્તાની દુતાવાસની મદદથી ફરજી પાસપોર્ટની મદદથી ભાગવાના પ્રયાસ કરશે. ભારત સરકાર તરફથી સત્તાવાર માહિતી આપ્યા બાદ સમગ્ર નેપાળમાં હાઈ અલર્ટ જાહેર કરી દેવાયું છે.