બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વધુ એક પેપર લીક? કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિનો આરોપ, કુલપતિએ આપ્યો આદેશ
Last Updated: 12:32 PM, 22 April 2025
રાજ્યમાં વધુ એકવાર કોલેજની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. અમરેલીની એમ.ડી. સીતાપરા કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ થયો છે. વિગતો અવી છે કે, પરીક્ષા પહેલા જ કોલેજના ગ્રુપમાં જવાબના સ્ક્રીનશોટ વાયરલ થતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે. જો કે, બનાવના પગલે કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
પરીક્ષા પહેલા પ્રશ્નના જવાબો વાયરલ
ADVERTISEMENT
એમ.ડી.સીતાપરા કોલેજમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ લાગ્યા છે. B.COMની પરીક્ષા હતી પરંતુ પરીક્ષા સમય પહેલા જ પ્રશ્નના જવાબ કોલેજ ગ્રુપમાં વાયરલ થયા હતા. જેને લઈ વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જે સમ્રગ મામલો કુલપતિ સુધી પહોંચતા તપાસના આદેશ આપ્યા છે. વિદ્યાર્થીઓને એસડી કોટક લો કોલેજમાં સેન્ટર ફાળવવામાં આવ્યું હતું પરંતુ પેપર લિંકની ઘટના બની હતી. જેના પગલે પરીક્ષા કેન્દ્રના CCTVની તપાસ કરવા માટે કુલપતિએ આદેશ આપ્યા છે.
કુલપતિ ઉત્પલ જોશીનું નિવેદન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ કહ્યું કે, ''એક રાજકીય પાર્ટીના વિદ્યાર્થી નેતાઓએ એક યુનિવર્સિટીને રજૂઆત કરી છે કે, અત્યારે ચાલી રહેલી B.Comની પરીક્ષામાં એક સેન્ટર પર ગેરરીતિ થઈ છે અને જે અનુસંધાને સ્ક્રીન શોર્ટ વગેરે આપ્યું છે. જે અંગે પ્રાથમિક દ્રષ્ટીએ જે ગ્રૂપ છે તેની અને તેમાં જે નંબર છે તેની તેમજ તે સેન્ટરની તપાસ કરાશે તેમજ તે કોલેજના પરીક્ષા સ્ટાફની પૂછપરછ કરવામાં આવશે. જેમાં ગેરરીતિ જણાશે તો ચોક્કસપણે કડકમા કડક કાર્યવાહી કરાશે''
આ પણ વાંચો: રાજકોટના યુવકે વિશ્વની ફલક પર વગાડ્યો ડંકો, કામ જ એવુ કર્યું કે WHO, NASA ગદગદ થયું
દાખલરૂપ કાર્યવાહી કરાશે ?
વિદ્યાર્થીઓએ ગેરરીતિ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આવેદન પત્ર પાઠવ્યું હતું, સાથો સાથ ગેરરીતિ બંધ કરોના નારા સાથે આક્રોશ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોલેજની પરીક્ષામાં ગેરરીતિના અવાર નવાર બનાવો બને છે ત્યારે સવાલ એ થાય છે કે, આ બાબતે કેમ કોઈ દાખલરૂપ કાર્યવાહી કરવામા આવતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.