બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મુશ્કેલીમાં વધારો: 7 કલાકની જહેમત બાદ રોબોટની પક્કડમાંથી આરોહી છૂટી ગઇ, ઠેર-ઠેર પ્રાર્થના શરૂ

રક્ષા કરજો! / મુશ્કેલીમાં વધારો: 7 કલાકની જહેમત બાદ રોબોટની પક્કડમાંથી આરોહી છૂટી ગઇ, ઠેર-ઠેર પ્રાર્થના શરૂ

Last Updated: 09:34 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli News: અમરેલીના સુરાગપુરમાં દોઢ વર્ષની આરોહી નામની બાળકી બોરવેલમાં પડી, સતત 7 કલાકની રેસ્કૂય ઓપરેશન ચાલી રહ્યો છે

અમરેલીના સુરાગપુરમાં બોરવેલમાં ફસાયેલી બાળકી આરોહીની મુશ્કેલી વધી છે. સતત 7 કલાકની રેસ્કૂય ઓપરેશન ચાલી રહ્યો છે, ત્યારે ભારે જહેમત બાદ રોબોટની પકડમાં આરોહી આવી હતી પરંતુ રોબોટની પક્કડમાંથી અચાનક તે છૂટી ગઈ છે.

રોબોટની પકડમાંથી છૂટી આરોહી

રોબોટની પક્કડમાંથી છૂટ્યા બાદ ફરીથી આરોહીને બચાવવાનો પ્રયાસ શરૂ કરાયો છે. જો કે, આરોહીની સ્થિતિને લઇને તંત્રની મુંઝવણ વધી છે, અત્રે જણાવીએ કે, NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને રેસ્કૂયની કામગીરી ઝડપી બનાવી છે. 50 ફૂટ આસપાસ આરોહી ફસાયેલી છે ત્યારે રોબોટને ફરી બોરવેલમાં ઉતારી બચાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરોહી માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.

પ્રફુલ પાનસેરિયા શું કહ્યું ?

સમગ્ર ઘટનાને લઈ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના બની છે. લોકોને પણ અપીલ કરું છું કે જો કોઈના ખેતરમાં ખુલ્લા બોર હોય તો તે બંધ કરી દે. ત્યારે હવે ઘટનામાં આઈપીસી હેઠળ કાર્યવાહી કરવા માટે પણ મેં જિલ્લા કલેકટર સાથે વાત કરી છે. વધુમાં કહ્યું કે, લોકોને અપીલ કરું છું કે જો કોઈના ખેતરમાં ખુલ્લા બોર હોય તો તે બોર બંધ કરે, જો લોકોએ બોર બંધ ન કરવા હોય તો પ્રતિક્રિયાનો મને એક મેસેજ કરે તે કહશે તેમ કામ કરીશું

Website_Ad_1200_1200_color_option.width-800

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, પોતાના નાના બાળકને એકલું મૂકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તે આ ઘટના પરથી જાણી શકાય છે. વર્તમાન સમયમાં રમતા રમતા બાળક બોરવેલમાં પડી જવાની ઘટનાઓ વધી રહી છે

વાંચવા જેવું: વિદેશમાં બિઝનેસનું સેટિંગ પાડવા લેભાગુ એજન્ટે યુવક સાથે કર્યો 22 લાખમાં સોદો, SOGએ દબોચ્યો

બોરવેલમાં પડવાથી મોતની ઘટના

  • 2018માં ગુજરાતમાં 15 બાળકોના મોત
  • 2019માં ગુજરાતમાં 10 બાળકોના મોત
  • 2020માં ગુજરાતમાં 5 બાળકોના મોત
  • 2021માં ગુજરાતમાં એક પણ બનાવ બન્યો નથી
  • 2023માં તાજેતરમાં જામનગરમાં બનાવ બન્યો હતો તેમાં 1નું મોત

સંકળાયેલા મુદ્દાઓ

Amreli News Amreli Borewell Tragedy borewell Girl falls
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ