બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાજપના નેતાની ગુંડાગીરી! ત્રણ વ્યક્તિને માર મારતા એકની હાલત ગંભીર, જુઓ વીડિયો

અમરેલી / ભાજપના નેતાની ગુંડાગીરી! ત્રણ વ્યક્તિને માર મારતા એકની હાલત ગંભીર, જુઓ વીડિયો

Last Updated: 11:49 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં દામનગર નપાના ભાજપના ઉપપ્રમુખ અતુલ દાલોલીયાએ ત્રણ વ્યક્તિને માર મારતા એક વૃદ્ધની હાલત ગંભીર, લોકોમાં આક્રોશ

અમરેલીના દામનગરમાં ભાજપના નેતાની ખુલ્લેઆમ ગુંડાગીરી સામે આવી છે. દામનગર નપાના ભાજપના ઉપપ્રમુખે પદનો પાવર બતાવ્યો છે. અતુલ દાલોલીયાએ વૃદ્ધને ઢોર માર માર્યોનો આક્ષેપ કરાયો છે. ત્રણ વ્યક્તિને માર મારતા એક વૃદ્ધની હાલત ગંભીર છે ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

દામનગર નપાના ભાજપના ઉપપ્રમુખે બતાવ્યો પદનો પાવર

અમરેલીમાં દામનગર નપાના ભાજપના ઉપપ્રમુખે પોતાના પદનો પાવર એક વૃદ્ધને માર મારીને બતાવ્યો છે.તો બીજી તરફ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, ભાજપનો નેતા અતુલ દાલોલીયા દારૂની મહેફિલ માણી રહ્યો છે, રાજ્યમાં દારૂબંધી જાણે નેતાઓ માટે લાગુ ન હોય તેમ પોતે દારૂની મહેફિલ માણતો પણ વીડિયો સામે આવ્યો છે, જેને લઈ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ કોમેન્ટ કરી પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, ચણા અને રાયડાની ટેકાના ભાવે આ તારીખથી કરાશે ખરીદી

ગુંડાગીરી કરતા ભાજપના નેતાને કોનું પીઠબળ છે?

અહીં સવાલ ઉભો થાય છે કે, નેતા બની ગયા પછી કાયદામાં ન રહેવાનું હોય ? ખુલ્લેઆમા ગુંડાગીરી કરતા ભાજપના નેતાને કોનું પીઠબળ છે? વૃદ્ધને માર મારે અને પોલીસ હાથ પર હાથ રાખીને બેસી રહે તે કેટલું યોગ્ય? આવા લુખ્ખાઓને પોલીસ અને ત્યાના સ્થાનિકો નેતાઓ કેમ બચાવે છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Atul Daloliya bullyin Amreli BJP Amreli News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ