બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / એવી 10 બીમારીઓ, કે જેનાથી વિશ્વભરમાં થાય છે સૌથી વધુ મોત, કોવિડ પણ તેની આગળ કંઇ નથી!

આરોગ્ય / એવી 10 બીમારીઓ, કે જેનાથી વિશ્વભરમાં થાય છે સૌથી વધુ મોત, કોવિડ પણ તેની આગળ કંઇ નથી!

Last Updated: 05:03 PM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોગોથી બચવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. તેથી શરીરને સ્વસ્થ્ય રાખવા માટે જીવનશૈલીને અનુસરવું જરૂરી છે.

Disease That Kills Most Human Being: રોગોથી બચવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. તેથી શરીરને સ્વસ્થ્ય રાખવા માટે જીવનશૈલીને અનુસરવું જરૂરી છે. ખાસ કરીને આ 10 બીમારીઓથી બચવું જોઇએ, કારણ કે તેની ચપેટમાં આવવાથી તમે મૃત્યુની ખૂબ નજીક પહોચી જશો.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોની યાદી જાહેર કરી છે, જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, 2021 માં વિશ્વભરમાં કુલ 68 મિલિયન મૃત્યુમાંથી 57% મોત 10 રોગોને કારણે થયા હતા.

આમાં સૌથી મોટું કારણ ઇસ્કેમિક હૃદય રોગ છે. વિશ્વભરમાં કુલ મૃત્યુના 13 ટકા આ રોગને કારણે થયાનું મનાય છે. વર્ષ 2000 થી અત્યાર સુધીમાં આ રોગને કારણે મૃત્યુની સંખ્યામાં 27 લાખનો વધારો થયો છે અને વર્ષ 2021 માં આ રોગને કારણે 91 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે કોવિડને કારણે માત્ર 8 લાખ મોત થયા છે. સાદી ભાષામાં કહીએ તો હાર્ટ એટેક કે ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ કોરોના વાયરસ કરતાં વધુ લોકોનો જીવ લઈ રહી છે.

corona-virus-habits (2).jpg

10 સૌથી જીવલેણ રોગો

ઇસ્કેમિક હૃદય રોગ (હાર્ટ એટેક)

COVID-19

સ્ટ્રોક

ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિજીજ

ફેફસાનું કેન્સર

અલ્ઝાઈમર

ડાયાબિટીસ

કિડની રોગ

ટીબી

heart-attack

વધું વાંચોઃ પેટમાં દુખાવો, ઉલ્ટી આવવી.., ભૂલથી પણ આ લક્ષણોને નજરઅંદાજ ન કરતા, નહીંતર કિડની ડેમેજ થતા વાર નહીં લાગે!

ઇસ્કેમિક હૃદય રોગ શું છે?

ઇસ્કેમિક હૃદય રોગમાં રક્ત પ્રવાહના અભાવને કારણે હૃદય નબળું પડી જાય છે. આ સામાન્ય રીતે વધેલા કોલેસ્ટ્રોલનું પરિણામ છે. નસોમાં પ્લેક જમા થવાને કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. તેનાથી પીડિત વ્યક્તિ છાતીમાં દુખાવોથી લઈને હાર્ટ એટેક સુધીના લક્ષણો જોવા મળે છે. તેની સારવારમાં દવાઓ, એન્જીયોપ્લાસ્ટી, સર્જરી અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારોનો સમાવેશ થાય છે.

હૃદયને મજબૂત રાખવાની રીતો

હૃદયને મજબૂત કરવા માટે આહારની સાથે કસરત પણ ખૂબ જ જરૂરી છે. તમે ક્યારેય હૃદયરોગનો શિકાર બનવા માંગતા નથી તો દરરોજ 10-15 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Attack Health Alert Corona Virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ