બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Amla water amazing health benefits Amala or gooseberry water control Diabetes reduce weight increase eyesight

ફાયદાકારક / આ એક વસ્તુનો જ્યૂસ ડાયાબિટીસ, આંખો, સ્કીન અને વધુ વજન જેવી સમસ્યાને છૂમંતર કરી દેશે, જાણો રીત

Noor

Last Updated: 10:59 AM, 13 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારી ડાયટમાં આ એક વસ્તુ સામેલ કરી લેશો તો અનેક રોગોથી છૂટકારો મળી જશે. ચાલો જાણીએ.

  • બહુ જ કામનું છે 1 ગ્લાસ આમળાનો જ્યૂસ
  • બીમારીઓથી બચવું હોય તો રોજ કરો સેવન
  • આમળાને ડાયટમાં સામેલ કરવા છે જરૂરી

આમળામાં અનેક પોષક તત્વો હોય છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. આમળાને અનેક રીતે ડાયટમાં સામેલ કરી શકાય છે. જેમાંથી એક રીત છે આમળાનો જ્યૂસ છે. ચાલો જાણો તેનું સેવન કરવાની રીત. 

આમળાનું પાણી તૈયાર કરવાની રીત

આમળાનું પાણી તૈયાર કરવા માટે પહેલાં આમળાને સારી રીતે ધોઈ લો. આ પછી તેના નાના નાના ટુકડા કરી કાપીને તડકામાં સૂકવવા રાખો. થોડાં દિવસો પછી આમળા સારી રીતે સુકાઈ જશે. હવે તેના ટુકડાને મિક્સરમાં પીસી લો. આ પાઉડરને 1 ચમચી એક ગ્લાસ પાણીમાં નાંખો અને હલાવો. તમારું આમળાનું પાણી પીવા માટે તૈયાર છે. આ પાણી પીવાનો બેસ્ટ સમય સવારનો છે. રોજ સવારે ખાલી પેટ આ પાણી પીવો. 

આ છે ફાયદા

ડાયાબિટીસ

શુગરના દર્દીઓ માટે આમળા બહુ જ લાભકારી છે. આમળા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. જેથી રોજ આમળાનો જ્યૂસ પીવો. તેનાથી આરામ મળશે. 

સ્કિન માટે બેસ્ટ

આમળા સ્કિનની ઘણી સમસ્યાઓને દૂર કરે છે. આમળાનું પાણી પીવાથી પિંપલ્સ, કરચલીઓ, ખુજલી સહિત ડાર્કનેસને દૂર કરે છે. 

આંખોની રોશની

આમળામાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી આંખો હેલ્ધી રહે છે. 

વજન ઘટાડે છે

ઘણાં લોકોને આજકાલ વજન વધી જવાની સમસ્યા છે. એવામાં આમળાનું પાણી શરીરમાં ચરબી જમા થવા દેતું નથી. આમળામાં ભરપૂર પ્રમાણમાં અમીનો એસિડ હોય છે. આ શરીરની મેટાબોલિક રેટને સુધારે છે. તે શરીરમાં ચરબી જમા થવા દેતું નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Amla water Health Benefits control Diabetes Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ