4 વર્ષ બાદ 4 ગામની જીવાદોરી સમાન અમીયાણા તળાવ છલકાયું, ખેડૂતોએ પાણીના કર્યા વધામણા | Amiyana Lake flooded jam kalyanpur dwarka

મેઘમહેર / 4 વર્ષ બાદ 4 ગામની જીવાદોરી સમાન અમીયાણા તળાવ છલકાયું, ખેડૂતો ખુશખુશાલ

Amiyana Lake flooded jam kalyanpur dwarka

દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં મેઘ મહેર જોવા મળી હતી. જેના કારણે જિલ્લાના તમામ ડેમો અને તળાવો છલકાયા છે. જિલ્લાના ખાખરડા ગામે આવું અમીયાણા તળાવ પણ 4 વર્ષ પછી છલકાઈ ગયું છે. જેને લઈને આસપાસના ગામડાના લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કારણ કે, આ તળાવ છલકાવાથી અંદાજીત આસપાસના 5થી 6 ગામોની પાણીની સમસ્યા દૂર થશે. સિંચાઈના પાણીનો પણ ખેડૂતોને લાભ મળશે. તળાવ ભરાતા ખુશખુશાલ જોવા મળતા ખેડૂતોએ તળાવમાં આવેલા નવા નીરનું નાળિયેર અને ચૂનરી પધરાવી સ્વાગત કર્યું હતું. સાથે જ કુદરતનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કે, પહેલા જ વરસાદે તળાવને છલોછલ ભરી દીધું. તેમની પાણની સમસ્યાને દૂર કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ