અભિષેક બચ્ચનને ફિલ્મફેર ઓટીટી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. તેમના પિતા અમિતાભ બચ્ચન ખુશ છે. તેમણે પોતાના પુત્ર માટે ઈમોશનલ પોસ્ટ લખી છે.
અભિષેક બચ્ચનને ઓટીટી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો
અમિતાભ બચ્ચને ખુશ થઇ પુત્ર માટે ઈમોશનલ પોસ્ટ લખી
અમિતાભ બચ્ચને અભિષેકને પોતાનુ ગૌરવ જણાવ્યું
અભિષેકને ઓટીટી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો
અભિષેક બચ્ચનને દસમીમાં પોતાની પર્ફોમન્સ માટે એવોર્ડ મળ્યા બાદ તેમના પિતા અમિતાભ બચ્ચનની પોસ્ટ ચર્ચામાં છે. તેમણે ટ્વિટર પર પોતાના પુત્ર માટે ઈમોશનલ પોસ્ટ લખી છે. આ સાથે અભિષેકની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. અમિતાભ બચ્ચને અભિષેકને પોતાનુ ગૌરવ અને ખુશી જણાવી છે. આમ તો અમિતાભ બચ્ચન અવાર-નવાર અભિષેકની સિદ્ધીઓ પર પોસ્ટ કરતા હોય છે. પરંતુ આ વખતે તેમનુ ટ્વિટ ચર્ચામાં છે.
કહ્યું, હંમેશા બેસ્ટ રહેશો
અમિતાભ બચ્ચને લખ્યું છે, મારું ગૌરવ, મારી ખુશી, તે પોતાને સાબિત કરી દીધો. તારી ખરાબ મજાક ઉડાવવામાં આવી. તારી પર લોકો હસ્યા. પરંતુ તે કોઈ શેખી માર્યા વગર પોતાની કાબિલિયત સાબિત કરી દીધી. તુ છે અને હંમેશા બેસ્ટ રહીશ.
T 4503 - My pride .. my joy .. you have proved your point .. you were derided , ridiculed mocked .. but you silently without any tom tomming , showed your mettle .. you are and shall ever be the BEST .. ❤️ pic.twitter.com/SaJFGrtABp
અભિષેક બચ્ચનને દસમી માટે ફિલ્મફેર ઓટીટી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. તો ફિલ્મે પણ બેસ્ટ મૂવીનો ખિતાબ જીત્યો છે. અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર તેમના ફૉલોઅર્સે અભિષેક અને બિગબીએ શુભેચ્છા આપી છે. આ સાથે ફિલ્મમાં તેમના અભિનયના વખાણ પણ કર્યા છે.