અમિતાભ બચ્ચનનો જાણીતો રિયાલિટી શો 'કોન બનેગા કરોડપતિ' ની 9મી સિઝન 28 ઓગસ્ટ રાત 9 વાગ્યે ચાલુ થઇ ગઇ છે. 3 વર્ષ બાદ એક વખત ફરીથી નાના પદડાથી વાપસી કરનાર અમિતાભ બચ્ચન આ શો ને હોસ્ટ કરે છે.
અમિતાભના જોરદાર ડાયલોગ અને મોટિવેટિંગ કવિતાઓ લોકોને આ શો ની સાથે હંમેશા જોડાયેલી રહે છે. પરંતુ શો ના ચાહકોને કદાચ જ ખબર હશે કે મહાનાયક આ શો માટે કેટલી ફી લે છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર બિગ બીએ પોતાની ફી માં વધારો કર્યા બાદ જ આ શો ને હોસ્ટ કરવા માટે હા પાડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિગ બી આ શો ના એક એપિસોડને હોસ્ટ કરવા માટે પહેલા 2 કરોડ ફી લેતા હતા પરંતુ સૂત્રો અનુસાર આ શો ની પોતાની ફી વધારીને પ્રતિ એપિસોડ 2.75 થી 3 કરોડ કરી દીધી છે.