સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર બીગ બીએ બ્લોગમાં કર્યો ખુલાસો, પોસ્ટ કરવા બાબતે સરકાર તરફથી નોટિસ મળી હોવાનું જણાવ્યું
અમિતાભ બચ્ચને કર્યો ખુલાસો
સોશિયલ મીડિયા પોસ્ટને લઇને ખુલાસો
સરકારે બિગબીને મોકલી નોટિસ
બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. ક્યારેક કોઇ રાજકીય મુદ્દો હોય કે પછી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો. અમિતાભ બચ્ચે પોતાનું રિએક્શન આપતા રહે છે. તેઓ ફેન્સ સાથે જોડાવા માટે ખાસ પોસ્ટ પણ શેર કરે છે. ત્યારે હમણાજ તેમણે એક પોસ્ટ કરીને જણાવ્યુ કે સોશિયલ મીડિયામાં પોસ્ટને કારણે તેમને નોટિસ પણ મળી ચુકી છે. ત્યારે આવો જાણીએ દિગ્ગજ અભિનેતાએ બ્લોગમાં શું કહ્યું.
'સરકાર તરફથી નોટિસ મળી '
અમિતાભ બચ્ચન અવારનવાર પોતાના બ્લોગમાં ઘણા ખુલાસા કરે છે. તેઓએ ગુરુવારે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં પોસ્ટને કારણે તેમને સરકાર તરફથી નોટિસ મળી છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયાને લઈને સરકારની નવી ગાઈડલાઈન વિશે વાત કરતા આ વાત કહી હતી.. બિગ બીએ કહ્યું છે કે કેવી રીતે નવી માર્ગદર્શિકા મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા યુઝર્સને કોઈપણ મંજૂરી વિના પ્રચાર કરતા અટકાવે છે.
ગાઇડલાઇન વિશે કરી વાત
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ભારત સરકાર અને ASCI (એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ)ની ગાઈડલાઈન હવે વધુ કડક થઈ ગઈ છે. ઘણા નિયમો અને નિયમો બનાવવામાં આવ્યા છે. અન્યથા તે ગેરકાયદેસર બની રહ્યું હતું. મારી ઘણી બધી પોસ્ટને નોટિસ આપવામાં આવી છે કે ફેરફારો કરવા જોઈએ... નહીં તો... અથવા..!! આ ખૂબ મુશ્કેલીભરી જિંદગી છે નઇ ? બધા જ મોટા લોકો સોશિયલ મીડિયાના મોટા લોકોને ખરીદી રહ્યાછે અને નંબર વધારી રહ્યા છે.
મીડિયા ગાઇડલાઇનને લઇને કરી વાત
આ સિવાય અમિતાભ બચ્ચને મીડિયા ગાઈડ લાઈનને લઈને બ્લોકમાં અન્ય ઘણી બાબતો વિશે વાત કરી. અભિનેતાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ભૂતકાળમાં તેઓ બે ફિલ્મો રનવે 34 અને ઝુંડમાં જોવા મળ્યા હતા. . આ બંને ફિલ્મો અમિતાભ બચ્ચનના ચાહકોને ઘણી પસંદ આવી હતી.. રનવે 34 ફિલ્મમાં તેઓએ વકીલની ભૂમિકા ભજવી હતી. ઝુંડમાં અમિતાભ બચ્ચન ફૂટબોલ કોચ તરીકે જોવા મળ્યા હતા. આ તેમનું અત્યાર સુધીનું સૌથી અલગ પાત્ર હતું.