Amitabh Bachchan injured during the shooting of an action scene, accident on the set in Hyderabad
BIG BREAKING /
એક્શન સીનના શૂટિંગ દરમ્યાન બોલિવુડ શહેનશાહ 'બિગ બી' ઇજાગ્રસ્ત, શ્વાસ લેવામાં પણ તકલીફ
Team VTV10:50 AM, 06 Mar 23
| Updated: 11:02 AM, 06 Mar 23
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં ફિલ્મના શૂટિંગ સમયે એક એક્શન સીન કરતી વખતે ઘાયલ થયા છે અને એમને પંહોચેલ ઈજાના કારણે શૂટિંગ પણ કેન્સલ કરવું પડ્યું છે.
અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન થયા ઘાયલ
ઈજાના કારણે શૂટિંગ પણ કેન્સલ કરવું પડ્યું
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટનાનો શિકાર બન્યા છે અને આ દરમિયાન તેમને ઈજા પણ થઈ છે. પોતાના બ્લોગ દ્વારા માહિતી આપતા અમિતાભ બચ્ચને પોતે કહ્યું કે હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન તેમનો અકસ્માત થયો હતો.
શૂટિંગ કરવું પડ્યું કેન્સલ
બિગ બી હૈદરાબાદમાં શૂટિંગ એક એક્શન સીન કરતી વખતે ઘાયલ થયા છે અને એમને પંહોચેલ ઈજાના કારણે શૂટિંગ પણ કેન્સલ કરવું પડ્યું હતું. જો કે હાલ બિગ બી ડોક્ટરોની દેખરેખમાં છે. તેની સારવાર ચાલી રહી છે. આ વિશે જાં કરતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે આગામી ફિલ્મ 'પ્રોજેક્ટ કે' માટે એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો અને હાલમાં મુંબઈમાં ઘરે આરામ કરી રહ્યો છું .
"In Hyderabad at shoot for Project K, during an action shot, got injured, rib cartilage popped broke & muscle tear to the right rib cage. Cancelled shoot, did doctor consult & scan by CT at AIG Hospital in Hyderabad & flown back home," posts Amitabh Bachchan.
પાંસળીમાં પંહોચી ઇજા
અમિતાભ બચ્ચને કહ્યું- પાંસળીની કાર્ટિલેજ પોપ થઈ ગઈ છે અને જમણી પાંસળીના પાંજરાની બાજુની સ્નાયુ ફાટી ગઈ છે. ઈજા બાદ શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હૈદરાબાદની AIG હોસ્પિટલમાં અમિતાભ બચ્ચનનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.
શ્વાસ લેવામાં થોડી તકલીફ છે -બિગ બી
બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું, "હૈદરાબાદમાં 'પ્રોજેક્ટ કે' માટે શૂટિંગ કરતી વખતે, એક એક્શન સીન દરમિયાન, હું ઘાયલ થયો હતો.. પાંસળીની કાર્ટિલેજ પોપ થઈ ગઈ હતી અને જમણા પાંસળીના પાંજરામાં સ્નાયુ ફાટી ગયા હતા જે બાદ શૂટિંગ પણ કેન્સલ કરવામાં આવ્યું છે. AIG હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લીધી અને સીટી સ્કેન કર્યું. હાલ હું હૈદરાબાદથી ઘરે પાછો આવ્યો છું. આગળની સારવાર ચાલી રહી છે. ઘા લાગ્યો એ દુઃખે છે, હલનચલન અને શ્વાસ લેવામાં થોડી તકલીફ છે, તેને સાજા થવામાં થોડા અઠવાડિયા લાગશે.
આ ઇજાને કારણે જે કામ કરવાનું હતું તે હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી સારવાર પૂરી ન થાય ત્યાં સુધી તમામ કામ બંધ રહેશે. અત્યારે હું 'જલસા'માં આરામ કરી રહ્યો છું અને બધી જરૂરી પ્રવૃત્તિઓ માટે થોડો મોબાઈલનો પ્રયોગ કરું છું.. પણ હા સામાન્ય રીતે સૂરો રહું છું. દુઃખ એ વાતનું પણ છે કે હું આજે સાંજે જલસા ગેટ પર શુભેચ્છકોને મળી શકીશ નહીં.. એટલા માટે કોઈ આજે આવતા નહીં.''