બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Amitabh Bachchan Health Update Big B wants to do this work after recovery shares his wish with health update

મનોરંજન / સપ્તાહ બાદ ફરીવાર સામે આવી બિગ-બીની હેલ્થ અપડૅટ, કહ્યું 'હું સ્વસ્થ થઇને...'

Arohi

Last Updated: 03:52 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચને પોતાનું હેલ્થ અપડેટ આપતા એક પોસ્ટ શેર કરી છે અને જણાવ્યું છે કે તેમની તબિયત હવે કેવી છે. સાથે જ તેમણે પોતાની એક ઈચ્છા પણ ફેંસ સાથે શેર કરી છે.

  • અમિતાભે શેર કર્યું પોતાનું હેલ્થ અપડેટ 
  • પોસ્ટ શેર કરી જણાવ્યું કેવી છે તબિયત 
  • ઘણા સમય બાદ શેર કર્યું હેલ્થ અપડેટ

હાલમાં ફિલ્મ 'પ્રોજેક્ટ K'ના એક એક્શન સીનની શૂટિંગ વખતે બિગ બીની પાસળીઓમાં ઈજા પહોંચી હતી અને તેજ કારણે તે લાંબા સમયથી બ્રેક પર રહ્યા હતા અને ઘર પર આરામ કરી રહ્યા હતા. 

અમિતાભે પોતાના બ્લોગમાં પોતાના ફેંસને આ વાતની જાણકારી આપી હતી કે તેમને ઈજા પહોંચી છે અને હવે અમિતાભ બચ્ચને પોતાની એક પોસ્ટમાં આ વાત જણાવી કે તે ધીરે ધીરે સ્વસ્થ્ય થઈ રહ્યા છે અને તેની સાથે જ બિગ બીએ પોતાના વિશ પણ ફેંસને જણાવી છે. 

હું રિકવર થઈ રહ્યો છું- અમિતાભ બચ્ચન 
અમિતાભ બચ્ચે પોતાના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા પોતાના ફેંસને પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપી છે અને લખ્યું છે. "મારા સાજા થવાની દુવાઓ અને શુભકામનાઓ કરવા માટે ધન્યવાદ... હું રિપેપર કરી રહ્યો છું... આશા રાખુ છું કે જલ્દી જ રેમ્પ પર પરત કરીશ."

આ ફોટોમાં અમિતાભ રેમ્પ વોક કરતા જોવા મળી રહ્યા છે અને સાથે જ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે અને ખૂબ જ શાનદાર લાગી રહ્યા છે. તમારી જાણકારી માટે જણાવી ગઈએ કે આ ફોટો એક જુના ફોટોમાંથી એક છે. અમિતાભના આ પોસ્ટને લઈને તેના ફેંસ ખુબ જ ખુશ છે અને બધાને તેમણે રેમ્પ પર વોક કરતા જોવાની રાહ છે. 

'પ્રોજેક્ટ K'ની શૂટિંગ વખતે થયા હતા ઘાયલ 
જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં નાગ અશ્વિનની ફિલ્મ 'પ્રોજેક્ટ K'ના એક એક્શન સીનની શૂટિંગ વખતે ઘાયલ થયા હતા. તે સમયે તેની પાસળીઓમાં ઈજા પહોંચી હતી. એક એક્શન શૂટ કરતા અમિતાભ બચ્ચન ઘાયલ થઈ ગયા હતા. 

જ્યાર બાદ તેમણે રિવ કોર્ટિલેડ પોપ થઈ ગયુ અને ડાબી બાજુ રિબ કેજના મસલ્સમાં સ્ટ્રેસ આવ્યો હતો. તેના બાદ તેમણે તરત હૈદરાબાદના એઆઈજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમનો સીટી સ્કેન થયો. જોકે હવે તે ઘરે પરત આવી ગયા છે. જોકે હવે અભિનેતા સાજા થઈ રહ્યા છે અને તેની જાણકારી એક્ટરે ફરીથી આપી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Big B Health Update Recovery Amitabh Bachchan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ