બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મેલે મારગ નથી તોય અમિતાભ બચ્ચને ફરી 60 કરોડમાં ખરીદી આ ચીજ, શું કરશે આ બધાનું !

મનોરંજન / મેલે મારગ નથી તોય અમિતાભ બચ્ચને ફરી 60 કરોડમાં ખરીદી આ ચીજ, શું કરશે આ બધાનું !

Last Updated: 08:21 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈમાં કરોડોની સંપત્તિ ખરીદી છે.

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'કલ્કી 2898 એડી'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રિલિઝ પહેલા બચ્ચને મુંબઈમાં એક નહીં પરંતુ ત્રણ કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી છે જેની કિંમત 60 કરોડ રૂપિયા છે અને આ પ્રોપર્ટી 20 જૂન 2024ના રોજ જ રજીસ્ટર કરવામાં આવી છે.

60 કરોડમાં ત્રણ મિલકતો વસાવી

અમિતાભ બચ્ચને અંદાજે રૂ. 60 કરોડમાં 8,429 ચોરસ ફૂટની ત્રણ ઓફિસ સ્પેસ ખરીદી છે. આ ત્રણ મિલકતો વીરા દેસાઈ રોડ, અંધેરી વેસ્ટ, મુંબઈ પર સિગ્નેચર બિલ્ડિંગમાં છે. તેમાં ત્રણ કાર પાર્કિંગનો પણ સમાવેશ થાય છે.

2023માં 29 કરોડની સંપત્તિ ખરીદી

અમિતાભ બચ્ચને વીર સાવરકર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 31,498 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવે કુલ 4,894 ચોરસ ફૂટની જગ્યા ખરીદી છે. આ માટે તેમણે રૂ.3.57 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. આ પહેલા પણ 2023માં અમિતાભ બચ્ચને 29 કરોડમાં ચાર સંપત્તિ ખરીદી હતી.

વધુ વાંચો : સોનાક્ષીએ રિસેપ્શનમાં પહેરેલા હારની કિંમત છે લાખોમાં, સાડીની કિંમતમાં તો છ મહિનાનું કરિયાણું આવી જાય

અભિષેક બચ્ચને 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા?

અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને 6 એપાર્ટમેન્ટ ખરીદ્યાના સમાચાર આવ્યા હતા. અભિષેકે મુંબઈના બોરીવલીમાં ઓબેરોય રિયલ્ટીના ઓબેરોય સ્કાય સિટી પ્રોજેક્ટમાં 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા. તેની કિંમત 15.42 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan properties buying Amitabh Bachchan properties news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ