બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / રતન ટાટાથી માત્ર 200 કરોડ ઓછી છે બિગ બીની સંપત્તિ, KBCના એક એપિસોડના વસૂલે છે આટલાં રૂપિયા
Last Updated: 07:35 PM, 11 October 2024
બોલીવુડના 'શહેનશાહ' એટલે કે અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે અને 82 વર્ષની ઉંમરે પણ બીગ બી ફિલ્મોમાં સક્રિય છે. ઘણા દાયકાઓ સુધી બોલિવૂડ પર રાજ કરનાર અમિતાભ બચ્ચન આજે પણ રાજ કરી રહ્યા છે અને આ ઉંમરે ખૂબ જ સુંદર રીતે પાત્ર ભજવે છે. એટલું જ નહીં આજે પણ ફિલ્મોમાં ફામ કરવા માટે કરોડો રૂપિયાની ફી લે છે.
ADVERTISEMENT
જો એમની કુલ નેટવર્થની વાત કરીએ તો અમિતાભ 3600 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે અને તેમની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. બીગ બી બોલિવૂડના સૌથી અમીર કલાકારોમાંથી એક છે અને આજે પણ તે એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયાથી ઓછો ચાર્જ નથી લેતા.
ADVERTISEMENT
જાણીતું છે કે રતન ટાટાનું બુધવારે મોડી સાંજે અવસાન થયું હતું અને ત્યારથી જ રતન ટાટની સંપતિ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. એવું કહેવાય છે કે ટાટા ગ્રૂપમાં 100 થી વધુ લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ છે, જેનું કુલ વાર્ષિક ટર્નઓવર આશરે $300 બિલિયન છે.
એક રિપોર્ટ અનુસાર રતન ટાટા લગભગ 3,800 કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે. આ રીતે અમિતાભ બચ્ચનની સંપત્તિ રતન ટાટા કરતા માત્ર 200 કરોડ રૂપિયા ઓછી છે. રિપોર્ટ્સનું માનીએ તો બિગ બી તેમની ફિલ્મો માટે લગભગ 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બિગ બીએ બ્રહ્માસ્ત્રમાં કામ કરવાના 8-10 કરોડ રૂપિયા મળ્યા હતા.
એવા અહેવાલો પણ છે કે અમિતાભ ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ 16'ના એપિસોડ દીઠ 5 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે, જે છેલ્લી સીઝન કરતા ઘણા વધારે છે. બિગ બીએ 'કૌન બનેગા કરોડપતિ'ની 14 મી અને 15મી સીઝનના એક એપિસોડ દીઠ 3-4 કરોડ રૂપિયા લીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT