બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / અમિતાભ બચ્ચને શાહરુખને પાછળ રાખી દીધો, આ મામલે બિગ બી બન્યા નંબર વન સેલિબ્રિટી
Last Updated: 11:07 AM, 18 March 2025
Amitabh Bachchan Highest Taxpayer: 82 વર્ષે પણ સુપર એક્ટિવ અમિતાભ બચ્ચન ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે તેમના શૉ કૌન બનેગા કરોડપતિને કારણે નહીં પણ સૌથી વધુ ટેક્સ ભરનારા સેલિબ્રિટીઝ બનવાને કારણે તેમની ચર્ચાઓ થઇ રહી છે. જી હાં, બિગ બીએ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનને પાછળ છોડી દીધા છે. બિગ બીએ નાણાકીય વર્ષ 2024-25માં ટેક્સ ચૂકવવાના મામલે શાહરૂખને પાછળ છોડી દીધા છે. અને દેશમાં સૌથી વધુ ટેક્સ ભરનારા સેલિબ્રિટીનો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષ 2024-25 માટે બચ્ચન સરે 120 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. ગત વર્ષે સૌથી વધુ ટેક્સ ચૂકવનારા ભારતીય સેલિબ્રિટીઓની યાદીમાં બિગ બી ચોથા સ્થાને હતા જે હવે ટોચ પર પહોંચી ગયા છે.
ADVERTISEMENT
શાહરૂખ ખાને આ વર્ષે કેટલો ટેક્સ ભર્યો?
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે અમિતાભ બચ્ચને 350 કરોડ રૂપિયાની કમાણી કરી અને તેમણે 120 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મો ઉપરાંત, બિગ બી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને કૌન બનેગા કરોડપતિ સહિત ઘણા સ્ત્રોતોમાંથી કમાણી કરે છે. પિંકવિલાના રિપોર્ટ મુજબ, બિગ બીએ ગયા વર્ષે એટલે કે 2023-24માં 71 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો, જે આ વર્ષે 69 ટકા વધ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે શાહરૂખ ખાને 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો અને આ રકમ સાથે તે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બન્યો હતો. જોકે, આ વર્ષે એટલે કે 2025 માં, બિગ બીએ તેમને પાછળ છોડી દીધા છે. આ વર્ષે શાહરુખે 84.17 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. આ યાદીમાં દક્ષિણના સુપરસ્ટાર થલાપતિ વિજયનો પણ સમાવેશ થાય છે જેમણે 80 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે અને સલમાન ખાનનો પણ 75 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો- અભિનેતાની વેદના / શાહરૂખ-સલમાન સાથે કામ કરતો પણ દિકરી માટે દુધના પૈસા પણ નહોતા
82 વર્ષની ઉંમરે પણ બિગ બી સક્રિય છે
82 વર્ષના અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ ખૂબ જ સક્રિય છે. તે સતત ટીવીના સૌથી લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિનું હોસ્ટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત તે ફિલ્મોમાં પણ સક્રિય છે. ગયા વર્ષે એટલે કે 2024 માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ કલ્કી 2898 એડી બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. આ ફિલ્મે ₹1200 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિગ્દર્શક નાગ અશ્વિન ફિલ્મનો બીજો ભાગ બનાવી રહ્યા છે, જેમાં અમિતાભ બચ્ચનનો અભિનય સૌથી મજબૂત હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.