બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / પરણેલા કપલોએ રોમાન્સ કેવી રીતે વધારવો? KBCમાંથી જાણીને અમિતાભ બચ્ચને આપી સલાહ

ગાંઠે બાંધો સલાહ / પરણેલા કપલોએ રોમાન્સ કેવી રીતે વધારવો? KBCમાંથી જાણીને અમિતાભ બચ્ચને આપી સલાહ

Last Updated: 08:44 PM, 15 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પરણેલા કપલોને પોતાનું લગ્નજીવન ટકાવી રાખવા માટે એક વિશેષ ટીપ્સ આપી છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવા ચાલી રહી છે. આ બધા વચ્ચે અભિષેકના ફાધર અને બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પરણેલા કપલો માટે એક સોનેરી સલાહ આપી છે. તાજેતરના કૌન બનેગા કરોડપતિ 16 એપિસોડમાં, અમિતાભ બચ્ચને તમામ પરિણીત યુગલો માટે પ્રેમની સલાહ શેર કરી હતી. બિગ બીએ સ્પર્ધક દિપાલી સોનીને તેના પતિ સાથેની તેની લવ સ્ટોરી વિશે પૂછ્યા પછી આ બધું શરૂ થયું. સોનીના પતિએ ખુલાસો કર્યો કે ભલે તે એરેન્જ્ડ મેરેજ હતા, પણ તેઓ જલ્દી જ એકબીજાના પ્રેમમાં પડ્યા અને હવે 25 વર્ષથી સાથે છે. પતિએ પછી ખુલાસો કર્યો કે તેઓ જ્યાં જાય છે ત્યાં ઘણીવાર રીલ બનાવે છે.

દિપાલીની લવસ્ટોરી પરથી આપી સલાહ

લવ સ્ટોરી પર પ્રતિક્રિયા આપતા અમિતાભે તમામ પરિણીત યુગલોને તેઓ જ્યાં પણ જાય ત્યાં વીડિયો બનાવવાની સલાહ આપી હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે આવી ટેવ રોમાન્સને જીવંત બનાવી રાખે છે. બચ્ચને કહ્યું કે “બહુત અચ્છા આપને વિચાર દિયા હૈ પતિ પટનીયો કો. ભૈયા જીતને ભી પતી પટની હૈ આપ લોગ, જહા જીતને ભી હૈ, જહા કહી ભી ઘૂમને જાયે, એક બના દિજીયેગા રીલ.

KBC 16નું પ્રીમિયર

આ અઠવાડિયે સોની ટીવી પર અમિતાભ બચ્ચનની KBC 16નું પ્રીમિયર થયું હતું. સીઝનના પ્રથમ એપિસોડ દરમિયાન, બિગ બી ભાવુક થઈ ગયા અને કેબીસીમાં તેમની સફર દ્વારા તેમને જોનારા અને ટેકો આપનારા તમામ લોકો સાથે એક હૃદયસ્પર્શી મેસેજ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે આજે નવી સીઝનની શરૂઆત છે. પણ આજે મારી પાસે શબ્દોની અછત છે. અને તે એટલા માટે કારણ કે તમારા પ્રેમ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ક્ષમતા કોઈ પણ શબ્દમાં નથી.

અભિષેક બચ્ચન-ઐશ્વર્યા વચ્ચે છૂટાછેડાની અફવા

અમિતાભ બચ્ચનની આ સલાહ તેમના પુત્ર અભિષેક અને વહુ ઐશ્વર્યાના છૂટાછેડાની ખબરોની વચ્ચે આવી છે જોકે અભિષેક છૂટાછેડાની ખબરનો ઈન્કાર કરી ચૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh bachchan Abhishek Aishwarya Divorce Rumour
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ