Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ઑટો / વેચાઇ રહી છે અમિતાભ બચ્ચનની આ શાનદાર લક્ઝરી કાર, Vitara Brezza થી પણ ઓછી કિંમત

વેચાઇ રહી છે અમિતાભ બચ્ચનની આ શાનદાર લક્ઝરી કાર, Vitara Brezza થી પણ ઓછી કિંમત

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના ગેરેજમાં એક-એકથી ચઢીયાતી લક્ઝકી ગાડીઓનો કાફલો છે. એમની પાસે Lexus LX570, Mercedes-Maybach S500, Bentley Continental GT, Porsche Cayman, S-Class, Mercedes-Benz V-Class અને Land Rover Range Rover જેવી ગાડીઓ છે. આ પહેલા એમની પાસે લેન્ડ ક્રૂઝર અને રૉલ્સ રૉ.સ જેવી ગાડીઓ પણ રહી ચુકી છે.

અમિતાભ પાસે રહેલી  Mercedes-Benz S-Class એક વખત ફરીથી વેચવાની તૈયારી કરી રહી છે. આ કારની કિંમત મારૂતિ સુઝુતી સિયાઝ અને વિટારા બ્રેઝાના ટૉપ વેરિએન્ટથી પણ ઓછી છે.  Mercedes-Benz S-Class ની કિંમત 9.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જે સિયાજના ટૉપ એન્ડ મૉડલથી પણ ઓછી છે. 

બચ્ચન પરિવારને આ કારથી ખૂબ જ લગાવ રહ્યો છે અને ઘણી વખત આ કારમાં ફરતા જોવા મળ્યા છે. પરંતુ સમયની સાથે કારની જગ્યા નેક્સ્ટ જનરેશન Mercedes Benz S Class 350 L એ લઇ લીધી છે. બચ્ચન પરિવારનો સાથ નિભાવી ચુકી આ કાર ફરીથી વેચાણ માટે ઉપલબ્ધ છે. 

જાહેરાતમાં આપેલી યાદીમાં કારને માત્ર 55 હજાર કિમી ચાલી હોવાનું જણાવવામાં આવ્યું છે, તો ગ્રે રંગની આ કારનું હજુ સુધી રજિસ્ટ્રેશન નંબર એ જ 5050 છે, જે બચ્ચન પરિવારનો સિગ્નેચર નંબર છે. 2007ની આ Mercedes Benz S Class 350 L કારમાં એક્સટેન્ડેડ વ્હીલબેસ આપવામાં આવ્યા છે અને એમાં 3498 સીસી  V6 પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે, જે 365 બીએચપીનો પાવર અને 345 એનએમનો ટાર્ક આપવે છે. 

જો કે જૂની હોવા છતાં પણ આ આઉટડેટેડ નથી, એ લોન્ગ વ્હીલબેસના કારણે આ કારમાં ખૂબ જ સ્પેસ છે. W221 જનરેશન વાળી આ કાર અમિતાભ પરિવાર ઉપરાંત ઘણી સેલેબ્સની ફેવરિટ છે. તો બચ્ચન પરિવાર પાસે આજે પણ S-Class છે, જે મોટાભાગે ઐશ્વર્યા રાય પાસે જોવા મળે છે. 
 

lifestyle Auto World Amitabh Bachchan Mercedes-Benz S-Class Vitara Brezza Range Rover car

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ