બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Amit Shah's press conference PM Modi bjp office

ચૂંટણી / 5 વર્ષમાં પ્રથમ વખત PM મોદીએ કરી પ્રેસ કોન્ફરન્સ, જવાબો આપ્યા અમિત શાહે

vtvAdmin

Last Updated: 05:26 PM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાર્ટીની મુખ્ય ઓફિસમાં પત્રકાર પરિષદ યોજી. આ દરમિયાન તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા છે.

17 મેના રોજ થઇ હતી ઇમાનદાર સરકારની શરૂઆત
પીએમ મોદીએ કહ્યું કે 17 મેના રોજ ઇમાનદાર સરકારની શરૂઆત થઇ હતી. 2014 લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે 16 મેના રોજ પરિણામ આવ્યા હતા, 17 મેના રોજ મોદી આવતાની સાથે જ ભ્રષ્ટાચારીઓને તેમની કિંમત ચૂકવવી પડી. સત્તા ત્યારે કોંગ્રેસનો રેટ 18 રહ્યો હતો અને ભાજપનો 75 હતો. આ તમામ નુકસાન થયું. જુગારીઓને પહેલો ઝટકો લાગ્યો.

ફરી બહુમત સાથે વાપસીનો દાવો
પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં એક વખત ફરીથી પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનશે. પીએમ મોદીએ કહ્યું લાંબા સમય બાદ દેશમાં કોઇ પાર્ટી સતત બીજી વખત ચૂંટણી જીતીને આવી રહી છે.

શાનદાર અને સકારાત્મક રહી ચૂંટણીઃ મોદી​
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચૂંટણી સકારાત્મક અને શાનદાર રહી છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ વખતે પ્રચાર નહોતા કરી રહ્યા પરંતુ લોકોનો આભાર માની રહ્યા હતા.

પાર્ટી ઓફિસમાં આવીને સારૂ લાગે છેઃ મોદી
5 વર્ષમાં પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમનું આ જ કામ રહ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં આવીને સારૂ લાગ્યું.

દુનિયાને અમે પ્રભાવિત કરીઃ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં દુનિયાનું સૌથી મોટી લોકશાહી છે અને દુનિયાને આપણે પ્રભાવિત કરવી જોઇએ.

પ્રથમ વખત ભ્રષ્ટાચાર અને મોંઘવારી ચૂંટણીનો મુદ્દો નથીઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે મોદી સરકારની યોજનાઓ જમીન પર દેખાઇ રહી છે. દર 15 દિવસોમાં એક યોજના શરૂ થઇ ગઇ 133 યોજનાઓના માધ્યમથી જનતા સુધી ભાજપ પહોંચી.
બુથ અને શક્તિ કેન્દ્રોને મજબૂત કરી ભાજપ જન જન સુધી પહોંચી રહી છે. 50 કરોડ ગરીબો સુધી ભાજપ પહોંચવામાં સફળ રહી છે. શાહે કહ્યું કે સમગ્ર દુનિયામાં ભારતનું માન મોદી સરકારે વધાર્યું છે. કૃષિ, સ્વાસ્થ્ય, સુરક્ષા, મહિલા, દલિત સૌને ધ્યાનમાં રાખીને મોદી સરકારે વિકાસ કર્યો. આ ચૂંટણી મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દો નથી રહ્યો. વિરોધીઓની પાસે બોલવા માટે આ ચૂંટણી કંઇ છે જ નહીં.

50 કરોડ ગરીબોનું જીવનસ્તર ઉંચું આવ્યુંઃ શાહ
અમિત શાહે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં 50 કરોડ ગરીબોનું જીવન સ્તર બદલ્યું છે, તેમણે આશા વ્યક્ત કરી છે કે ફરી એક વખત દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર બનશે.

PMનું હાજર રહેવું આનંદની વાત
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદીનું હાજર રહેવું આનંદની વાત છે. અમિત શાહે કહ્યું કે ચૂંટણી જનતા અમારાથી આગળ રહી છે.

ફરી મોદી સરકાર બનવા જઇ રહી છેઃ PM મોદી
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીની ફરી એક વખત દેશમાં સરકાર બનશે. તેમણે કહ્યું કે સરકારનું કામ નીચે સુધી પહોંચ્યું છે.

અમિત શાહે કહ્યું કે, 120માંથી અમે 80 લોકસભા બેઠક પર લડ્યા છીએ જેમાંથી અમને સારી સફળતા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP PM modi Press conference amit shah Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ