બ્રેકિંગ ન્યુઝ
VTV / Amit shah yad khayal acha hai rahul gandhi jibe on border
Divyesh
Last Updated: 11:50 AM, 8 June 2020
રાહુલ ગાંધીએ અમિત શાહના એ નિવેદન પર શાયરાના અંદાજમાં ટિપ્પણી કરી જેમાં અમિત શાહે રવિવારે બિહાર માટે કરેલી વર્ચુઅલ રેલી દરમિયાન નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલ પછી જો કોઇ દેશ પોતાની સરહદની સુરક્ષા કરવામાં સક્ષમ હોય તો તે ભારત છે અને આ પુરી દુનિયા માની રહી છે.
ADVERTISEMENT
અમિત શાહના આ નિવેદનને ટ્વિટર શેર કરતાં રાહલુ ગાંધીએ શાયરી લખી. રાહુલ ગાંધીએ લખ્યું કે, બધાને ખબર છે 'સરહદ' ની હકીકત પરંતુ, દિલને ખુશ રાખવા 'શાહ-યદ' આ ખ્યાલ સારો છે. રાહુલ ગાંધીએ અમિત શાહ પર ટિપ્પણી કરવા ગાલિબની આ શાયરીને મોડીફાઇ કરી તેનો ઉપયોગ કર્યો છે.
सब को मालूम है ‘सीमा’ की हक़ीक़त लेकिन,
— Rahul Gandhi (@RahulGandhi) June 8, 2020
दिल के ख़ुश रखने को, ‘शाह-यद’ ये ख़्याल अच्छा है।https://t.co/cxo9mgQx5K
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આ સમયે ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. પરિસ્થિતિ એ સુધી પહોંચી ગઇ છે કે ચીનના સૈનિકોએ સરહદ પર મોરચો સંભાળી લીધો છે. રક્ષા મંત્રી રાજનાથસિંહે પોતે જણાવ્યું હતું કે ચીને પોતાના સૈનિકોનું સંખ્યાબળ વધારી દીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.