બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમિત શાહને ગૃહ તો સી આર પાટિલને ફાળે ગયું આ મંત્રાલય, જુઓ ખાતા ફાળવણીનું લિસ્ટ
Last Updated: 08:22 PM, 10 June 2024
દેશમાં ત્રીજી વાર મોદી સરકાર બની છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી પદના શપથ લીધાં બાદ હવે મંત્રી મંડળમાં ખાતા વહેચણી કરાઈ રહી છે. જ્યારે તેમની સાથે 30 કેબિનેટ કક્ષાના મંત્રી સહિત 71 રાજ્યકક્ષાના મંત્રી છે. ત્યારે ઉલ્લેખની છે કે, આ વખતે મોદી સરકાર 3.0માં ગુજરાતના 6 સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
ADVERTISEMENT
#WATCH | PM Narendra Modi chairs his first Union Cabinet meeting at the start of his third term pic.twitter.com/u85hiGanO5
— ANI (@ANI) June 10, 2024
અમિત શાહ, કેબિનેટ મંત્રી- ગૃહ અને સહકારીતા મંત્રી
ADVERTISEMENT
અમિત શાહ ફરી એકવાર કેન્દ્રમાં ગૃહ અને સહકારીતા મંત્રી તરીકે જવાબદારી નીભાવશે. તેઓ 2019માં દેશના ગૃહમંત્રી રહી ચુક્યા છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા હતા અને રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા હતા ત્યાર આવખતે તેના કરતો મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 2019માં ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લીધા હતા. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો હતો. અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે.
મનસુખ માંડવિયા, ખેલ અને શ્રમ મંત્રી
મનસુખ માંડવિયા ખેલ અને શ્રમ મંત્રાલયના કેબિનેટ મંત્રી બન્યા છે. માંડવિયા ફરી એકવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે. જેઓ 2019માં આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી રહી ચુક્યા છે અને કેમિકલ અને ફર્ટિલાઈઝર વિભાગનો પણ હવાલો સંભાળ્યો હતો તેમજ 2002માં પાલિતાણા બેઠકથી પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયા હતાં. 2002માં રાજ્ય સરકારમાં સૌથી યુવા ધારાસભ્ય હતા. તો 2012માં પહેલીવાર રાજ્યસભામાં ચૂંટાયા અને 2016માં કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા હતા. 2018માં ફરી રાજ્યસભામાં ચૂંટાયા અને અત્યારે પહેલીવાર લોકસભા લડીને જીત્યા છે.
સી.આર.પાટિલ, જળ અને શક્તિ મંત્રી
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટિલ જળ શક્તિ કેબિનેટ મંત્રી બન્યા છે. નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો 1989માં ભાજપમાં જોડાયા હતા. 1995થી 1997 GIDCના ચેરમેન રહ્યાં હતાં. તો 1998માં GACL વડોદરાના ચેરમેન બન્યા હતાં. 2008માં સુરતમાં ભાજપમાં ખજાનચી બન્યા અને 2009માં લોકસભા સાંસદ બન્યા હતાં. 2010માં તેઓ ડિસ્ટ્રીક્ટ વિલેજ ડેવલેપમેન્ટ એજન્સી ચેરમેન રહ્યાં હતાં. તો 2014માં બીજી વખત સાંસદ બન્યા અને 2019માં ત્રીજી વખતે અને 2024માં આ વખતે તેઓ ચોથીવાર ચૂંટણી લોકસભાની જીત્યાં છે. સાથો સાથ તેઓ 2020થી તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબાદી નિભાવી રહ્યાં છે. હવે મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય મંત્રી બન્યા છે
જે.પી.નડ્ડા, કેબિનેટ મંત્રી - સ્વાસ્થય મંત્રી
ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી બન્યા છે. જે.પી.નડ્ડા વર્તમાનમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. સાથો સાથ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત પણ છે. 1991થી 1994 દરમિયાન ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ રહ્યાં તો 2014માં ભાજપના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી હતી. 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઈ અને પ્રેમકુમાર ધુમલની સરકારમાં મંત્રી રહ્યાં હતાં. 2010માં ધુમલ સાથે મતભેદ થતાં રાજીનામું આપ્યું હતું. 2019માં ભાજપના ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી હતી. હવે તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે
मोदी कैबिनेट | जे.पी. नड्डा को स्वास्थ्य मंत्रालय मिलने की संभावना।
— ANI_HindiNews (@AHindinews) June 10, 2024
(फाइल फोटो) pic.twitter.com/tkYMp30QSE
એસ.જયશંકર, વિદેશ મંત્રી
એસ.જયશંકર ફરી એકવાર તેઓ વિદેશ મંત્રી બન્યા છે. મોદી 3.0 સરકારમાં પણ વિદેશ મંત્રાલયની જવાબદારી નીભાવશે. એસ.જયશંકર તેઓ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. 2019માં મોદી સરકારમાં વિદેશમંત્રી રહ્યાં તેમજ વિદેશનીતિને મજબૂત રીતે દુનિયા સમક્ષ રાખી છે. મહત્વના પ્રસંગે દેશનો પક્ષ દુનિયા સમક્ષ રાખ્યો છે. 2019માં ગુજરાતથી રાજ્યસભા સાંસદ બન્યા છે હવે ફરી એકવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે.
જુઓ લિસ્ટ
કયા કેબિનેટ મંત્રીને કયું ખાતું?
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2024
મોદી સરકાર 3.0: કયા મંત્રીને કયું ખાતું મળ્યું? જુઓ લિસ્ટ#modicabinet #narendramodi #pmoindia #bjp #nda #NDAMinisters #crpaati #nitigadkari #bjpindia #vtvgujarati #vtvcard pic.twitter.com/ZKVvwKTPJQ
નીમુબેન બાંભણીયા, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી
58 વર્ષીય નીમુબેન બાંભણીયા B.Sc, B.Ed સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય સફર વાત કરીએ તો તેઓ ભાવનગરમાં 2 વાર મેયર તરીકે રહી ચુક્યા છે. 2011થી 2016 સુધી તેઓ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર તરીકે તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ હતાં. નિષ્ણાંતોના મતે તેમને ભાજપ ટિકિટ આપવા પાછળનું મૂળ કારણ હતો કોળી સમાજનો અગ્રણી મહિલા નેતા ચહેરો, સાથો સાથ બિન વિવાદિત છબી ધરાવે છે. તેઓ કેન્દ્રમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી બન્યા છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.