Amit Shah will make e-dedication of 58 buildings in 25 districts
કાર્યક્રમ /
આજે અમિત શાહ 25 જિલ્લાના 58 બિલ્ડિંગ્સનું કરશે ઈ-લોકાર્પણ, જાણીલો રવિવારનો સમગ્ર કાર્યક્રમ
Team VTV11:36 PM, 28 May 22
| Updated: 12:42 AM, 29 May 22
ગુજરાત પ્રવાસના બીજા દિવસ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નડીયાદમાં
આવાસોનુ ઈ- લોકાર્પણ કરશે
58 જેટલુ બિલ્ડીંગ્સનુ ઈ-લોકાર્પણ કરશે
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતેથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બંધાયેલા આવાસોના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કાલે રાજ્યના 25 જિલ્લાઓમાં 347 કરોડના ખર્ચે બંધાયેલા નવનિર્મિત આવાસોના લોકાર્પણ કાર્યક્રમ નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સવારે 11 કલાકે યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમમા લગભગ 58 જેટલી બિલ્ડિંગોનું ઈ લોકાર્પણ નડિયાદ ખાતેથી કરાશે.
1700 પોલીસ અધિકારી-કર્મચારી રહેશે ખાડે પગે
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત અન્ય લોકો અને જિલ્લાના રાજકીય અગ્રણીઓ હાજર રહેનાર છે. ત્યારે જિલ્લા પોલીસ અને વહિવટી તંત્રએ પણ વિવિધ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. મુખ્યત્વે પોલીસ અધિકારીઓ અને જવાનો મળી કુલ 1700 લોકો કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ખડે પગે રહેશે. આ સાથે સાથે જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ તેમજ અધિકારીઓ પણ હાજર રહેશે. જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા આ માટે શનીવારે રીહર્સલ પણ યોજ્યું હતું. જેમા કેન્દ્રીય ગૃહમંત્રીનો કાફલો કઈ રીતે સભા મંડપમા પ્રવેશશે તથા ક્યાથી આવશે તે સહિતની બાબતોનું નિરિક્ષણ કરાયું હતું.
વાહનોના ડાયવર્ઝન, પાર્કિંગ, બેઠક વ્યવસ્થાનું આયોજન
આ સભા મંડપમાં સ્ટેજની આસપાસ ડોગ સ્ક્વોડ દ્વારા સધન ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઘોડેસવાર પોલીસ જવાનો પણ હાજર રહેશે. વાહનોના ડાયવર્ઝન સહિત વાહન પાર્કિંગની તથા સભામંડપમાં બેઠક વ્યવસ્થાનુ સુમેળ આયોજન કરી દેવાયું છે. સભામંડપમાં મુખ્ય ત્રણ ડોમ છે જેમાં વીઆઈપી, જનરલ અને મીડિયા એન્ટ્રીનો સમાવેશ થાય છે. આમ આ આવાસના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર ખડે પગે રહશે. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે.
ગોધરામાં પંચામૃત ડેરીના કાર્યક્રમમાં આપશે હાજરી
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતના બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં સવારે 10 કલાકે ગોધરામાં પંચામૃત ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. પંચામૃત ડેરીમાં વિવિધ વિકાસકાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. ત્યારબાદ પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ કરી અને સભાને સંબોધન કરશે. આ ઉપરાંત બપોરે 12 વાગ્યે ખેડાના નડિયાદ ખાતેના કાર્યક્રમાં હાજરી આપશે. ત્યાંથી અમદાવાદ ખાતે આવવા રવાના થશે. જ્યાં સાંજે 5 વાગ્યે અમિત શાહનો નારણપુરામાં કાર્યક્રમ યોજાશે. નારણપુરામાં તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો અમિતશાહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે. મહત્વનું છે કે રૂ.632 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.
IPLની ફાઈનલ મેચ પણ નિહાળશે
અમદાવાદ શહેરની વચ્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા રહે એ માટે બનશે. જેમાં 300 લોકો રહી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તથા 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા ઊભી કરાશે. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટની વ્યવસ્થા હશે. આ સુવિધાના ખાતમુહૂર્ત બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ પણ નિહાળશે. જેમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો થશે. આ તકે અમિત શાહ સાથે પ્રદેશ કક્ષાના આગેવાનો પણ મેચમાં હાજરી આપશે.