કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે આજે બીજા દિવસે અમિત શાહ બપોરે 2 કલાકે મહાત્મા મંદિર જશે અને નેશનલ સ્કીલ ડેવલોપમેન્ટના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિતના સરકારના આગેવાનો હાજર રહેશે. આ સાથે ભાજપ સંગઠનના નવા માળખાની પણ અમિત શાહની લીલી ઝંડી મળ્યા જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.
ભાજપ સંગઠનનું નવુ માળખું ટૂંક સમયમાં જાહેર થશે
અમિત શાહની મહોર બાદ ટૂંક સમયમાં જિલ્લાનું માળખું જાહેર થશે
જિલ્લા પ્રમુખની જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થશે
અમિત શાહ દ્વારા રાજ્યના ભાજપ સંગઠનના નવા માળખાને લીલી ઝંડી આપવામાં આવે તેવી શક્યતા છે. અમિત શાહની લીલી ઝંડી બાદ ભાજપ સંગઠનના નવા માળખાની ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે. અમિત શાહ દ્વારા જિલ્લા પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવશે.
આમ અમિત શાહના મહોર બાદ ટૂંક સમયમાં જિલ્લાનું માળખુ પણ જાહેર થશે. આ સાથે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી પ્રદેશ પ્રમુખના નવા નામની અટકળ પર પણ પૂર્ણ વિરામ મુકવામાં આવી શકે છે. જેને લઇને અમિત શાહ પ્રદેશ પ્રમુખના નવા નામ પર પણ મહોલ મારી દેશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કેટલાક સમયથી સંગઠનની જાહેરાત અવઢવમાં છે ત્યારે પહેલા જિલ્લા પ્રમુખની જાહેરાત બાદ રાજ્યના પ્રમુખની જાહેરાત થાય તેવી સંભાવના છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાત આવી પહોંચ્યાં હતા. જ્યાં ગઇકાલે અમિત શાહે પરિવારજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. અમિત શાહે CAA સમર્થનવાળા પતંગ ઉડાવ્યાં હતા. અમિત શાહે અમદાવાદના કનકકલા ફ્લેટમાં પતંગ ચગાવી હતી. આ દરમિયાન તેમણે બે પતંગો કાપી હતી બાદમાં તેમની પણ કપાઇ હતી.