બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / amit shah slams tmc mp saugata roy over kashmir issue parliament winter session

લોકસભા / VIDEO : 'દાદા ઉંમર થઈ ગઈ' TMC સાંસદની બીજી વાર આવી વાત સાંભળીને ભડક્યાં અમિત શાહ, ખખડાવ્યાં

Hiralal

Last Updated: 07:57 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહ ટીએમસીના મોટી ઉંમરના સાંસદ પર ગુસ્સે થઈને તેમને 'દાદા તમારી ઉંમર થઈ ગઈ' જેવો ટોણો માર્યો હતો.

  • લોકસભામાં ટીએમસી સાંસદ પર ભડક્યાં અમિત શાહ
  • સૌગત રોયની કલમ 370 વાળી વાત પર અમિત શાહ ગુસ્સે થયા
  • બોલ્યાં, અમે દેશમાં એક નિશાન, એક પ્રધાન અને એક વિધાન લાગુ પાડ્યું 

લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહ ફરી વાર ટીએમસી સાંસદ સૌગત રોય પર ગુસ્સે થયા હતા.  સૌગત રોય ટીએમસીના મોટી ઉંમરના સાંસદ છે અને અમિત શાહે બીજી વાર દાદા તમારી ઉંમર થઈ ગઈ કહીને તેમને ખખડાવ્યાં હતા. સૌગત રોયની જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત પર અમિત શાહ ગુસ્સે થયા હતા. મંગળવારે લોકસભામાં બોલતાં સોગત રાયે કહ્યું હતું કે ભાજપ સરકારે કલમ 370 કાશ્મીરીઓના ફાયદા માટે નહીં પરંતુ તેના ચૂંટણી વચનોને પૂર્ણ કરવા અને જનસંઘના નેતા શ્યામા પ્રસાદ મુખર્જીના "એક નિશાન, એક પ્રધાન અને એક બંધારણ" ના સૂત્રને પૂર્ણ કરવા માટે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ શિયાળુ સત્ર દરમિયાન પણ અમિત શાહે સૌગત રોયને આ જ વાતે ખખડાવ્યાં હતા. 

અમિત શાહે શું જવાબ આપ્યો 
સૌગત રોયની આ વાત પર જવાબ આપતાં અમિત શાહે કહ્યું કે "આ દેશમાં આ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે તે ખૂબ જ વાંધાજનક છે. એક દેશમાં બે વડા પ્રધાન, બે બંધારણ અને બે ઝંડા કેવી રીતે હોઈ શકે? જેણે પણ આ કામ કર્યું તેણે ખોટું કર્યું. નરેન્દ્ર મોદીજીએ તેને સુધારવાનું કામ કર્યું છે. તમારી સંમતિ કે અસંમતિથી કોઈ ફર્ક નહીં પડે. આખો દેશ એવું ઈચ્છતો હતો. આ ચૂંટણીનું સૂત્ર નથી. અમે 1950થી કહેતા આવ્યા છીએ કે દેશમાં "એક નિશાન, એક પ્રધાન અને એક બંધારણ" હોવું જોઈએ અને અમે આ કામ કર્યું છે. 

કેન્દ્રીય મંત્રીઓએ શાહના સૂરમાં સૂર પુરાવ્યો 
અમિત શાહની વાતને કેન્દ્રીય મંત્રીએ પણ સપોર્ટ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પહેલા લોકો પર પથ્થરમારો થતો હતો પરંતુ 370 હટાવ્યા બાદ તે બંધ થઈ ગયો છે. કોંગ્રેસની સરકારમાં વિપક્ષના સાંસદોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, ભારતનો ઝંડો પણ લહેરાયો નહીં. હવે માત્ર શ્રીનગરના લાલ ચોકમાં જ નહીં પરંતુ કાશ્મીરની દરેક ગલીઓમાં તિરંગો લહેરાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

amit shah loksabha kashmir issue parliament saugata roy amit shah loksabha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ