Team VTV08:38 PM, 12 Oct 20
| Updated: 10:29 PM, 12 Oct 20
દેશમાં કોરોના સંકટ છવાયેલું છે તો આ તરફ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ આગામી પ્રથમ નોરતે ગુજરાત આવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એક વખત આવશે ગુજરાત
નવરાત્રીના પ્રથમ દિવસે અમિત શાહ આવશે ગુજરાતમાં
માણસા ખાતેના બહુચર મંદિરમાં આરતીમાં હાજરી આપશે
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, આગામી 17 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પ્રથમ નોરતે જ ગુજરાત આવી રહ્યા છે. તેઓ માણસા ખાતેના બહુચર મંદિરમાં આરતીમાં હાજરી આપવાના છે.
માણસા ખાતે કુળદેવી બહુચર માતાના આશીર્વાદ લઈ આરતી કરશે
આપને જણાવી દઇએ કે, 17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જેને લઈ તેઓ માતાજીના આશીર્વાદ લેવા માટે અમિત શાહ આવી રહ્યા છે. નવરાત્રિના પ્રથમ દિવસે તેઓ અમદાવાદ આવશે આવશે અને બીજા દિવસે તેઓ માણસા ખાતે કુળદેવી બહુચર માતાના આશીર્વાદ લઈ આરતી કરશે.
7 મહિના બાદ આવી રહ્યા છે ગુજરાત
નોંધનીય છે કે, 7 મહિના બાદ તેઓ ફરીવાર વતન ગુજરાત આવી રહ્યા છે. તેઓ તાજેતરમાં કોરોના સંક્રમિત પણ થયાં હતા. જો કે, એવી વાતો પણ સંભળાઇ રહી છે કે, ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેઓ કાર્યકર્તાને પ્રચાર અંગે માર્ગદર્શન આપી શકે છે.