હૈદરાબાદમાં થવા જઈ રહેલ મ્યુનિસિપલ ચૂંટણી માટે આજે પ્રચારમાં ભાજપના ચાણક્ય અમિત શાહ મેદાનમાં આવતા તેલંગાણામાં રાજકીય પારો ચડી ગયો છે.
હૈદરબાદ પહોંચ્યા અમિત શાહ, મંદિરમાં કરી પૂજા
સિકંદરાબાદમાં કર્યો ભવ્ય રોડ શો
હૈદરાબાદ ચૂંટણી માટે ભાજપે લગાવ્યું એડીચોટીનું જોર
ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં પ્રચાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે મેદાનમાં ઉતર્યા. બેગમપેટ એરપોર્ટ તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે તે બાદ તેમણે ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા અર્ચના કરી.
ભવ્ય રોડ શો
મંદિરમાં દર્શન બાદ અમિત શાહે સિકંદરાબાદમાં રોડ શો કર્યો, આ દરમિયાન રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને અમિત શાહ પર ફૂલ વરસાવીને અભિવાદન કરવામાં આવ્યું. ભારત માતા કી જયના નારાઓથી ગલી-ગલીઓ ગૂંજી ઉઠી
રાજ્યમાં પવન કલ્યાણની પાર્ટી સાથે ભાજપનું ગઠબંધન છે અને રોડશોમાં ભાજપની સાથે સાથે જનસેના પાર્ટીના ઝંડા પણ દેખાયા. અમિત શાહ રોડ શો બાદ એક પ્રેસ કોન્ફ્રેન્સને પણ સંબોધિત કરવાના છે.
નોંધનીય છે કે અમિત શાહના આ પ્રવાસ પર તેલંગાણાના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે અમુક જ વિભાજનકારી તાકાત હૈદરાબાદમાં ઘુસવા અને તબાહી મચાવવાના પ્રયત્ન કરી રહી છે.
નોંધનીય છે કે પહેલી ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં ઈલેકશન થવાના છે અને ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં સંપૂણ તાકાત લગાવી દીધી છે. આ ચૂંટણીમાં યોગી આદિત્યનાથથી લઇને જગત પ્રકાશ નડ્ડા જેવા નેતાઓ પણ પ્રચાર કરવા ઉતર્યા હતા.
હૈદરાબાદનું નામ બદલવા મુદ્દે આપ્યું મોટું નિવેદન
શનિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હૈદરાબાદમાં રોડશો કર્યો અને તે બાદ સાંજે એક સભાને પણ સંબોધિત કરી. શુક્રવારે જેપી નડ્ડાએ રોડશો કર્યો હતો અને અભિયાનમાં આદિત્યનાથે કહ્યું કે કેટલાય લોકો કહી રહ્યા છે કે હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર થવું જોઈએ.