Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / કોલકતામાં રોડ શોમાં હિંસા બાદ અમિત શાહની આવી પ્રથમ પ્રતિક્રિયા

કોલકતામાં રોડ શોમાં હિંસા બાદ અમિત શાહની આવી પ્રથમ પ્રતિક્રિયા

આગામી 19 મેના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે. તે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારના રોજ પોતાની પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં આજરોજ કોલકત્તામાં એક રોડ શો યોજ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, આ રોડ શો સાંજે 4.30 કલાકે મધ્ય કોલકત્તામાં યોજવાનો હતો અને તે સ્વામી વિવેકાનંદ ભવન પહોંચીને પૂર્ણ થવાનો હતો. તે પહેલા મોટી ધમાલ મચી જવા પામી હતી. આ મામલે અમિત શાહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, TMC ના ગુંડાઓએ રોડ શોમાં હુમલો કર્યો હતો.

આગામી 19 મેના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે. તે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારના રોજ પોતાની પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં આજરોજ કોલકત્તામાં એક રોડ શો યોજ્યો હતો. 

અમિત શાહે કહ્યું કે, બંગાળની જનતા ભાજપને તાકાત આપી રહી છે. અહીં આ વખતે પરિવર્તન થશે. દીદી ભલે જીતની વાત કરી રહ્યા હોય, જનમત તેમની વિરૂધ્ધ છે. 16 રાજ્યોમાં અમારી સરકાર છે પરંતુ અમે ક્યારેય વિપક્ષ સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો નથી. 

અમે 23 બેઠકોથી વધારે જીતીશું

અહીં અમે 23 બેઠકોથી વધારે જીતીશું. બંગાળ અને દેશની જનતા મોદીજીને વડાપ્રધાન સ્વરૂપે જોવા ઇચ્છે છે. અમારા કાર્યકર્તાઓ પર હુમલો થયો ત્યારે પોલીસ મુકદર્શક બનીને જોઇ રહી હતી. મમતા દીદી હિંસા કરાવવાનો પ્રયાસ કરે છે. 

મમતા દીદીની પાર્ટી દ્વારા કરવામાં આવતી ગુંડાગર્દીનો હું વિરોધ કરું છું. આ સાથે બંગાળની જનતાને અપીલ કરું છું કે, અંતિમ ચરણમાં હિંસાનો જવાબ શાંતિથી આપે અને મત આપીને કાયમ માટે આ હિંસાઓ થતી અટકાવે.

 

ઉલ્લેખનીય છે કે, શાહ કોલકત્તાના ભાજપના ઉમેદવાર રાહુલ સિન્હા અને દક્ષિણી કોલકત્તામાં પાર્ટીના ઉમેદવાર ચંદ્રકુમાર બોસ સાથે એક ટ્રકમાં ઉભા રહીને રસ્તાની બંન્ને તરફ હાજર રહેલી ભીડનું અભિવાદન જીલી રહ્યા હતા. 

વિવિધ વિસ્તારોની સંસ્કૃતિઓની ઝાંખી
તેમની આગળના ભાગમાં રાજ્ય અને દેશના વિવિધ વિસ્તારોની સંસ્કૃતિઓની ઝાંખી કરવાતા પ્રદર્શનો ચાલતા હતા. આ સાથે જ ભાજપના સમર્થકો જય શ્રી રામ તથા નરેન્દ્ર મોદી જિંદાબાદ અને અમિત શાહ જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. આ રોડ શોમાં રામ અને હનુમાનની જેમ તૈયાર થઇને આવેલ લોકો પણ જોવા મળ્યા હતા. 

વાહનનોને આગચંપી


અમિત શાહના રોડમાં આ સમયે અચાનક બબાલ થઇ હતી. જે ટ્રકમાં શાહ સવાર હતા તેના પર ડંડા ફેંકવામાં આવ્યા હતા. જો કે, આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી હરકતમાં આવી હતી અને લાઠીચાર્જ કરવા લાગી હતી. તો આ તરફ કેટલાક લોકોએ આગચંપી પણ કરી હતી. જેને પગલે વાતાવરણ વધારે તંગ બન્યું હતું અને ભાગદોડ મચી જવા પામી હતી. 
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ