બ્રેકિંગ ન્યુઝ
VTV / Amit shah high level meeting with CM Biren Singh for Manipur Violence
Vaidehi
Last Updated: 08:42 AM, 30 May 2023
ADVERTISEMENT
કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ ચાર દિવસ માટે મણિપુરની યાત્રાએ છે ત્યારે સોમવારે તેઓ રાજધાની ઈંફાલ પહોંચ્યાં હતાં. તેમણે સોમવારની રાક્ષે મણિપુરનાં મુખ્યમંત્રી એન બીરેન સિંહ અને રાજ્યનાં મંત્રીઓ, વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં સ્થિતિને સામાન્ય કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે CM બીરેન સિંહે જણાવ્યું કે અત્યારસુધી રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં આશરે 40 આતંકવાદીઓને મારી દેવામાં આવ્યાં છે. સાથે જ કેટલાક આતંકીઓને સુરક્ષાબળ દ્વારા કસ્ટડીમાં લેવાયા છે. સૂત્રો અનુસાર રવિવારે 2 વાગ્યે ઈંફાલ ઘાટી અને તેની આસપાસનાં 5 વિસ્તારોમાં એકસાથે હુમલો થયો હતો. જેમાં 40 આતંકીઓ મૃત્યુ પામ્યાં.
Union Home Minister Amit Shah chairs a meeting with the CM and ministers of Manipur, senior leaders and officials in Imphal.#Manipur pic.twitter.com/nHSdQY5Zpe
— ANI (@ANI) May 29, 2023
ADVERTISEMENT
મહત્વનાં પગલાઓની કરી શકે છે ઘોષણા
સૂત્રોએ કહ્યું કે અમિત શાહ સ્થિતિને સામાન્ય કરવાની યોજના બનાવવા માટે મંગળવારે વધુ એક બેઠક યોજી શકે છે. બુધવારે તેઓ સંવાદદાતા સમ્મેલનને સંબોધિત કરી શકે છે અને રાજ્યમાં ચાલી રહેસી હિંસાનાં નિયંત્રણ માટે યોગ્ય પગલાંઓની ઘોષણા કરી શકે છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે શાહ ગુરુવારે ઈંફાલથી પાછા વળી શકે છે.
બંને સમુદાયો શાહનાં આગમનથી ખુશ
અમિત શાહનાં સ્વાગતમાં બહુસંખ્યક મેઈતી અને અલ્પસંખ્યક કુકી, બંને સમુદાયે ઈંફાલ સહિત અનેક જિલ્લાઓનાં રોડ પર પોસ્ટર -બેનર લગાવ્યાં છે. સૂત્રો અનુસાર કોકોમી નામક એક સંગઠને કહ્યું કે અમને ખબર મળી છે કે ભારતનાં માનનીય ગૃહમંત્રી મણિપુર આવી રહ્યાં છે. કોકોમી તેને રાજ્યમાં શાંતિ ફેલાવવાની દિશામાં એક સકારાત્મક પગલું માને છે. કોકોમી માને છે કે શાહનાં સક્ષમ નેતૃત્વમાં મણિપુરનાં લોકો રાજ્યમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવા માટે રાહ જોઈ રહ્યાં છે.
Posters welcoming Union Home Minister Amit Shah seen in different parts of Manipur ahead of his arrival later today in Imphal pic.twitter.com/CRhINpoDl1
— ANI (@ANI) May 29, 2023
અમિત શાહનાં આદેશની પ્રતિક્ષા
મણિપુરમાં યૂનાઈટેડ પુલ્સ ફ્રંટ અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીની યાત્રા એક સકારાત્મક પગલું છે. બંને સંગઠનોએ કહ્યું કે તેમની આ યાત્રાએ કુકી અને આદિવાસીઓની વચ્ચે સુરક્ષાની ભાવના પેદા કરી છે. અમે 2 સમુદાયોની વચ્ચે ચાલી રહેલા જાતીય સંઘર્ષને સમાપ્ત કરવા માટે તેમના આદેશોની રાહ જોઈ રહ્યાં છીએ.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.