Wednesday, July 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / મમતા સરકારનો બદલોઃ અમિત શાહનાં રોડ શો સહિત હેલિકોપ્ટર લેન્ડિંગની મંજૂરી રદ્દ

મમતા સરકારનો બદલોઃ અમિત શાહનાં રોડ શો સહિત હેલિકોપ્ટર લેન્ડિંગની મંજૂરી રદ્દ

લોકસભા ચૂંટણી 2019નાં અંતિમ ચરણનાં ચૂંટણી પ્રચારમાં બીજેપીએ સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. એવામાં ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પશ્ચિમ બંગાળનાં જાધવપુરમાં રેલી કરવાની પરવાનગી નથી મળી.

Amit Shah

 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવાનો પણ ઈન્કાર કરાયો હતો. આ પહેલા મુખ્યપ્રધાન મમતાએ રવિવારે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીનાં હેલિકોપ્ટરની પણ તપાસ થવી જોઈએ.

મમતા બેનરજી સરકારે લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાન માટે ભાજપની રથયાત્રાને મંજૂરી આપી ન  હતી. તેને લઈને બંને પાર્ટીઓ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ઉત્તર પ્રદેશનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ હેલિકોપ્ટર લેન્ડિંગની મંજૂરી મળી ન હતી. ત્યાર બાદ યોગી રસ્તા પરથી થઈને સભા કરવા બંગાળ ગયા હતાં.

Amit Shah Road Show

મમતા બેનરજીનાં ફોટાને ફોટોશોપ દ્વારા મીમ બનાવીને શેર કરનાર ભાજપ કાર્યકર્તા પ્રિયંકા શર્માની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં કેમ્પેઈન ચાલી રહ્યું છે. યુઝર્સ મમતાના આ મીમને પોતાનો ડીપી બનાવી રહ્યા છે. બીજી તરફ આસામમાં ભાજપ નેતા હેમંત બિશ્વ શર્માએ કહ્યું હતું કે પ્રિયંકાની ધરપકડ અભિવ્યક્તિની આઝાદીનું હનન છે. અમે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. પ્રિયંકા ૧૪ દિવસની કસ્ટડીમાં છે.

તમને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી 2019નાં અંતિમ ચરણનાં ચૂંટણી પ્રચારમાં બીજેપીએ સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. એવામાં ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પશ્ચિમ બંગાળનાં જાધવપુરમાં રેલી કરવાની પરવાનગી નથી મળી. બીજેપી સુત્રોનું માનીએ તો અમિત શાહને ન તો જાધવપુરમાં રેલી કરવાની પરવાનગી આપવામાં આવી અને ન તો હેલિકોપ્ટર લેન્ડિંગ કરવાની પરવાનગી આપવામાં આવી. તમને જણાવી દઇએ કે જાધવપુરમાં અમિત શાહની 12:30 કલાકે રેલી હતી.

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ