amit shah attacks congress over inaction against terrorism
સંબોધન /
કોંગ્રેસ સરકારે આતંકવાદ વિરુદ્ધ નહોતી કરી કાર્યવાહી, PM મોદીએ સુરક્ષિત કર્યો દેશ : અમિત શાહ
Team VTV06:20 PM, 26 Oct 19
| Updated: 08:21 PM, 26 Oct 19
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ વિરુદ્ધ નરમ રહેવાનો આરોપ લગાવતા કોંગ્રેસને ઘેરી છે. એમણે કહ્યું કે કોંગ્રેસ સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આતંકવાદ વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરી. એમણે ભાર પૂર્વક કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એયર સ્ટ્રાઇક કરીને દેશને સુરક્ષિત બનાવ્યો.
અમિત શાહે કહ્યું - કાશ્મીરના વિકાસનો દરવાજો હવે ખુલી ચૂક્યો
અંહી એક કાર્યક્રમમાં ગૃહમંત્રીએ કહ્યું, કોંગ્રેસના સમયમાં મૌની બાબા (મનમોહન સિંહ) અમારા વડાપ્રધાન હતા. એ સમયે આતંકવાદી અમારા દેશમાં ઘુસતા હતા અને આપણા સૈનિકોએ જીવ ગુમાવવો પડતો હતો. પુલવામા એટેક બાદ નરેન્દ્ર મોદીએ 10 દિવસની અંદર એક્શન લેતા પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર હુમલો કર્યો. એમણે દેશને સુરક્ષિત બનાવ્યા.
નોંધનીય છે કે આ વર્ષે 26 ફેબ્રુઆરીએ વાયુસેનાના યોદ્ધાઓએ પાકિસ્તાનમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી શિબિરો પર બોમ્બ વરસાવ્યા. આ વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાન્તના બાલાકોટમાં છે. ભારતે આ કાર્યવાહી પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર હુમલા બાદ કર્યો, જેમા 40 જવાન શહીદ થઇ ગયા હતા.
દેશમાં આવેલા 'સકારાત્મક' બદલાવોનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે બીજેપીના નેતૃત્વવાળી સરકારે અનુચ્છેદ 370ને ખતમ કરી જમ્મૂ કાશ્મીરના વિકાસનો દરવાજો ખોલ્યો. એમણે કહ્યું, 'અમે દેશના ઘણા ભાગોમાં સકારાત્મક બદલાવ લાવ્યા. અમે અનુચ્છેદ 370 અને 35 Aને નિષ્પ્રભાવી કરી. કાશ્મીરના વિકાસનો દરવાજો હવે ખુલી ચૂક્યો છે.
ગૃહમંત્રીએ કહ્યું, કોંગ્રેસ સાંસદોએ સંસદમાં કહ્યું કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, પરંતુ કંઇ ન થયું. એકપણ ફાયરિંગ વિના કાશ્મીરમાં શાંતિ છે. હજુ સુધી એકપણ ફાયરિંગ થઇ નથી.